ભૂતનાથમાં અમિતાભ બચ્ચન સાથે જોવા મળેલો આ ટેણિયો હવે બની ગયો છે કડક માચો મેન, જુઓ બંકૂનો લેટેસ્ટ ફોટો
- 2013માં અમન શિવાલિક નામની એક ફિલ્મમાં પણ જોવા મળ્યો હતો
નવી દિલ્હી, તા. 29 જાન્યુઆરી, 2022, શનિવાર
વર્ષ 2008માં રીલિઝ થયેલી ફિલ્મ 'ભૂતનાથ' બાળકોથી માંડીને મોટા લોકોને પણ ખૂબ જ પસંદ આવી હતી. મહાનાયક અમિતાભ બચ્ચને આ ફિલ્મમાં ભૂત બનીને લોકોને ભરપૂર મનોરંજન પૂરૂ પાડ્યું હતું. લોકોને આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઉપરાંત 'અમન'ની ભૂમિકા ભજવનારા ચાઈલ્ડ આર્ટિસ્ટ અમન સિદ્દીકીનો રોલ પણ ખૂબ જ પસંદ આવ્યો હતો. ફિલ્મમાં તેનું હુલામણું નામ 'બંકૂ' હતું. આ ફિલ્મને રીલિઝ થયે 14 વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો છે અને આટલા વર્ષોમાં અમન સિદ્દીકીનો લુક પણ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે.
અમન સિદ્દીકીનો જે લેટેસ્ટ ફોટો સામે આવ્યો છે તેમાં તે કોઈ સુંદર જગ્યાએ એક દીવાલ પર બેઠેલો દેખાઈ રહ્યો છે. ફોટોમાં તેણે જીન્સ અને ટીશર્ટ પહેરેલા છે તથા તે ખૂબ જ યંગ અને હેન્ડસમ દેખાઈ રહ્યો છે. અનેક લોકોએ આ ફોટો જોયા બાદ અમનને ઓળખવાનો ઈનકાર કરી દીધો હતો. થોડાંક જ વર્ષોમાં અમન એક નવયુવાન બની ગયો છે અને લોકો તેને ન ઓળખી શકે એમાં કોઈ શંકા નથી.
ફિલ્મ ભૂતનાથમાં લોકોને અમન અને અમિતાભ બચ્ચન વચ્ચેની કેમિસ્ટ્રી ખૂબ જ પસંદ આવી હતી. ખાસ કરીને લોકોને અમનની ક્યુટનેસ ખૂબ જ પસંદ આવી હતી. ત્યાર બાદ ભૂતનાથ રિટર્ન્સ પણ આવી હતી પરંતુ તેમાં અમન સિદ્દીકી નહોતો જોવા મળ્યો. બાદમાં 2013માં અમન શિવાલિક નામની એક ફિલ્મમાં પણ જોવા મળ્યો હતો. જોકે તેને સાચી ઓળખ ભૂતનાથમાં બંકૂના રોલ દ્વારા જ મળી તેમાં કોઈ બેમત નથી.