'ઈર્ષ્યાના કારણે અનુ મલિકે મારા પિતાના પ્રોજેક્ટ છીનવ્યા', ભત્રીજા અમાલનો ચોંકાવનારો આરોપ
તસવીર : IANS
Amaal Mallik vs Anu Malik : મ્યુઝિક ડાયરેક્ટર અનુ મલિકનું બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ છે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે અનુ મલિકના ભાઈ ડબુ મલિક પણ સિંગર છે. એવામાં ડબુ મલિકના પુત્ર અમાલ મલિકે કાકા અનુ મલિક પર ગંભીર આરોપ લગાવ્યા છે.
શું છે મામલો?
અમાલ મલિકનો આરોપ છે કે અનુ મલિકના કારણે તેના પિતાનું કરિયર ખરાબ થયું. બંને ભાઈઓ વચ્ચે હંમેશા મતભેદ રહ્યા છે. જ્યારે પણ મારા પિતાને કોઈ પ્રોજેક્ટ મળતો હતો તો કાકા અનુ મલિક ઓછા પૈસામાં પ્રોજેક્ટ છીનવી લેતા, ઘણીવાર તો મફતમાં કામ કરી આપતા.
અનુ મલિક પર અત્યંત ગંભીર આરોપ
એક વાતચીતમાં અમાલે કહ્યું છે, કે 'ડબુ મલિક અને અનુ મલિક મળે ત્યારે કોઈ તેમને અલગ ના કરી શકે. પણ જ્યારે કામની વાત આવે ત્યારે અનુ મલિક મારા પિતાથી ઈર્ષ્યા કરતાં હતા. કામને લઈને બંને ભાઈઓ વચ્ચે હંમેશા મતભેદ રહેતા હતા. અનુ મલિક હંમેશા એવું સાબિત કરવા માંગતા હતા તે જ પરિવારના સૌથી સારા મ્યુઝિક કમ્પોઝર છે. તેમણે મારા પિતાના કરિયરને નુકસાન પહોંચાડવા પ્રયાસ કર્યા.'
લોકો મને અનુ મલિકના નામથી ન ઓળખવા જોઈએ: અમાલ
અમાલ મલિકે વધુમાં ખુલાસો કરતાં કહ્યું છે, કે 'મારા પિતાએ 70થી વધુ ફિલ્મોમાં કામ કર્યું પણ કોઈ ક્યારેય તેમને આમંત્રણ આપ્યું નહીં. લોકો હંમેશા તેમને અનુ મલિકના ભાઈ તરીકે જાણતા હતા. મારા પિતા હંમેશા સંઘર્ષ કરતાં રહ્યા. હું ઈચ્છું છું કે લોકો મને અનુ મલિકના ભત્રીજાના રૂપમાં ન ઓળખે. લોકો અનુ મલિકને અરમાન અને અમાલ મલિકના કાકાના રૂપમાં ઓળખે.'
આટલું જ નહીં અમાલે ત્યાં સુધી કહ્યું છે, કે અનુ મલિક મારા કામની પણ પાછળ પડ્યા રહે છે. હંમેશા વચ્ચે કૂદી પડે છે.