અલ્લુ અર્જુન મિન્નલ મુરલીના સર્જકની ફિલ્મમાં કામ કરશે
- બેસિલ જોસેફે સંભળાવેલી સ્ક્રિપ્ટ પસંદ પડી
- અલ્લુએ સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મ છોડી, નવી ફિલ્મની જાહેરાત આવતા મહિને
મુંબઈ : દેશભરમાં વખણાયેલી મૂળ મલયાલમ ફિલ્મ 'મિન્નલ મુરલી'ના સર્જક બેસિલ જોસેફે હાલના સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન સાથે હાથ મિલાવ્યા છે. અલ્લુએ બેસિલ જોસેફની એક ફિલ્મ સાઈન કરી છે.
હાલ આ ફિલ્મનું પ્રી પ્રોડકશન કામ ચાલી રહ્યું છે.અભિનેતા આવતા મહિને એટલે કે જુલાઈનાં અંત સુધીમાં પોતાની આ નવી ફિલ્મની ઘોષણા કરશે. બેસિલ જોસેફે સંભળાવેલી સ્ક્રિપ્ટ અલ્લુ અર્જુનને તરત પસંદ પડી હતી. આ પછી તેણે બેસિલને આ ફિલ્મમાં કામ કરવાની સંમતિ આપી હતી.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં જ સમાચાર હતા કે અલ્લુ અર્જુને સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મ છોડી દીધી છે.
અલ્લુએ ગયાં વર્ષે આ ફિલ્મ માટે હા પાડી હતી પરંતુ હવે આ ફિલ્મ અનિશ્ચિત મુદ્દત માટે મુલત્વી થઈ ગઈ છે.