આલિયા ટીનેજર ઓડિયન્સ માટે ફિલ્મ પ્રોડયૂસ કરશે
- સૈયારા સફળ થતાં આલિયાને પણ ધખારો
- બ્રહ્માસ્ત્રમાં અયાન મુખર્જીને આસિસ્ટ કરનારી શ્રીતિ મુખર્જી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરશે
મુંબઇ : એક 'સૈયારા' ફિલ્મ સફળ થઈ એટલે બોલીવૂડના અનેક નિર્માતાઓ ટીનેજર ઓડિયન્સને ધ્યાને રાખી ફિલ્મ બનાવવાની ફિરાકમાં છે. આ હોડમાં હવે આલિયા ભટ્ટ પણ સામેલ થઈ છે. તેણે પોતાની પ્રોડક્શન કંપની ઈટર્નલ સનસાઈન પિકચર્સનાં બેનર હેઠળ એેક ટીનેજર કેન્દ્રિત ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે.
'યે જવાની હૈ દિવાની ' તથા 'બ્રહ્માસ્ત્ર' જેવી ફિલ્મોમાં અયાન મુખજીને આસિસ્ટ કરનારી શ્રીતિ મુખર્જી આ ફિલ્મ સાથે એક સ્વતંત્ર ડિરેક્ટર તરીકે કારકિર્દી શરુ કરશે.
આ ફિલ્મમાં કોલેજ લાઈફ અને તે પછીના સંઘર્ષ અને ઈમોશનલ ઉતારચઢાવની વાર્તા હશે. ફિલ્મમાં કલાકારો તરીકે મોટાભાગે ફ્રેશ ફેસીસની પસંદગી કરવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ આગામી ઓક્ટોબરમાં શરુ થશે.