Get The App

આલિયા ભટ્ટની એક્સ પીએની ધરપકડ, અભિનેત્રીના એકાઉન્ટમાં લાખોની હેરફેર કર્યાનો આરોપ

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
આલિયા ભટ્ટની એક્સ પીએની ધરપકડ, અભિનેત્રીના એકાઉન્ટમાં લાખોની હેરફેર કર્યાનો આરોપ 1 - image


Alia Bhatt Assistant Arrest: અભિનેત્રી આલિયા ભટ્ટની ભૂતપૂર્વ પર્સનલ આસિસ્ટેન્ટ વેદિકા પ્રકાશ શેટ્ટીને મુંબઈની જુહૂ પોલીસે ધરપકડ કરી છે. વેદિકા પર આલિયાના પ્રોડક્શન હાઉસ અને પર્સનલ એકાઉન્ટ્સમાંથી 77 લાખ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. જો કે અત્યાર સુધી આલિયા ભટ્ટ કે તેની ટીમે આ કેસ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.જણાવી દઈએ કે મુંબઇની ઇટર્નલ સનશાઈન પ્રોડક્શન્સ પ્રાઈવેટ લિમિટેડ વર્ષ 2021માં આલિયા ભટ્ટને લોન્ચ કરી હતી. પ્રોડક્શન્સનો મુખ્ય ઉદ્દેશ લોકોને જીવનભર યાદ રહે તેવી ફિલ્મો પ્રોડ્યૂસ કરવાનો હતો.

આલિયાના એકાઉન્ટમાંથી 77 લાખની છેતરપિંડી

વેદિકાએ બે વર્ષ સુધી આલિયાની સાથે કામ કર્યું હતું. તેના પર વર્ષ 2023થી 2025ની વચ્ચે પ્રોડક્શન હાઉસ અને આલિયા ભટ્ટના પર્સનલ એકાઉન્ટમાંથી રૂપિયા 77 લાખની છેતરપિંડીનો આરોપ છે. આલિયાની માતા સોની રાજદાને ફેબ્રુઆરી મહિનામાં આ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ કરી હતી. આજે આ મામલે પોલીસે વેદિકાની બેંગલુરુથી ધરપકડ કરી હતી. હવે પોલીસ આ મામલાના મૂળ સુધી પહોંચવા માટે વેદિકાના બેંક ખાતા અને નાણાકીય વ્યવહારોની તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, `ઇટર્નલ સનશાઇન પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ`ની સ્થાપના આલિયા ભટ્ટ દ્વારા 2021માં કરવામાં આવી હતી. આલિયાના આ પ્રોડક્શન હાઉસની પહેલી ફિલ્મ ડાર્લિંગ (Darlings) હતી, જે શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની કંપની ‘રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ’ (Red Chillies Entertainment) સાથે સહ-નિર્માણ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, વિજય વર્મા (Vijay Verma) અને શેફાલી શાહ (Shefali Shah) મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ નેટફ્લિક્સ (Netflix) પર સ્ટ્રીમ કરવામાં આવી હતી અને તેને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.

Tags :