Get The App

અનેક ભાષા સાથે પનારો પાડી ચૂકેલી આલિયા ભટ્ટ હવે કાઠિયાવાડી બોલશે !

- ભણશાળીની ફિલ્મમાં કાઠિયાવાડી ગુજરાતી પર હાથ અજમાવશે

Updated: Nov 6th, 2019

GS TEAM

Google News
Google News
અનેક ભાષા સાથે પનારો પાડી ચૂકેલી આલિયા ભટ્ટ હવે કાઠિયાવાડી બોલશે ! 1 - image


મુંબઈ,તા.05 નવેમ્બર 2019, મંગળવાર

આલિયા ભટ્ટની ફિલ્મોગ્રાફી રોમાંચક છે. અત્યાર સુધી એણે ભજવેલી ભૂમિકાઓની માગ હતી કે એણે વિવિધ ભાષાઓ સાથે પનારો પાડવો પડે. તમિલ, તેલુગુ , મુંબઈની છાંટ ધરાવવું હિન્દી અને બિહારી હિન્દી સાથે એ પનારો પાડી ચૂકી છે. હવે એ કાઠિયાવાડી લક્ષણવાળું ગુજરાતી  બોલવા તૈયાર છે.

ટુ સ્ટેટસમાં  તમિલ  યુવતી અનન્ય સ્વામીનાથન બની હતી આલિયા, તો ઉડતા પંજાબમાં બિહારી હિન્દી બોલીથી પરિચીત થઈ.  ગીલ બોયમાં  બમ્બૈયા હિન્દીથી પરિચિત થઈ અને  રાઝી માટે  ઉર્દુ શીખી અને આરઆરઆર  માટે તેલુગુ. સંજય લીલા ભણશાળીની ગંગુબાઈ કાઠિયાવાડીમાં એ કાઠિયાવાડી લક્ષણમાં ગુજરાતી બોલશે.

ગંગુબાઈને બળજબરી વેશ્યાવૃત્તિના વ્યવસાયમાં  ધકેલવામાં આવી હતી. એમ મનાય છે કે એણે તત્કાલીન વડા પ્રધાન જવાહરલાલ નહેરુ  સાથે વાતચીત પણ કરી હતી. કેટલાક અઠવાડિયામાં  ફિલ્મ મુંબઈમાં ફલોર પર જશે.

Tags :