આલિયાએ કાયદાકીય દસ્તાવેજોમાં પોતાની અટક કપૂર કરી દીધી
- જોકે, હજુ પણ આલિયા બ્રિટિશ સિટિઝન જ છે
- એક હોટલમાં આલિયા કપૂર તરીકે તેનું સ્વાગત કરાયાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ
મુંબઇ : આલિયા ભટ્ટે કાયદાકીય દસ્તાવેજોમાં પોતાની અટક ભટ્ટથી બદલીને કપૂર કરી દીધી છે. તેણે જ પોસ્ટ કરેલા એક વીડિયો પરથી આ વાત કન્ફર્મ થઈ હતી.
આલિયાએ પોતાના બ્લોગ પર એક હોટલમાં તેનાં વેલકમ કાર્ડનો વિડીયો પોસ્ટ કર્યો હતો. તેમાં તેનું નામ આલિયા કપૂર લખેલું જોવા મળ્યું છે.
થોડા સમય પહેલાં કરણ જોહરે તેના શોમાં આલિયાનો ઉલ્લેખ આલિયા ભટ્ટ કપૂર તરીકે કર્યો હતો. ત્યારે આલિયાએ કહ્યું હતું કે પોતે આલિયા કપૂર તરીકે જ ઓળખાવા માગે છે પરંતુ તે માટેની ઔપચારિકતા પૂર્ણ કરવાનો સમય મળ્યો નથી. હવે આલિયાએ આ ઔપચારિકતા આટોપી લીધી હોવાનું મનાય છે.
આલિયા હજુ પણ બ્રિટિશ સિટિઝન છે. તેની માતા સોની રાઝદાન પણ મૂળ બ્રિટિશ હોવાના કારણે આલિયા પાસે બ્રિટનનો પાસપોર્ટ છે.