આલિયા ભટ્ટ અને રણબીર કપૂર કોરોન્ટાઇન દિવસોમાં સાથે સમય પસાર કરી રહ્યા છે
- આ પ્રેમી યુગલ કુતરા સાથે રણબીરના ઘરમાં જતુ જોવા મળ્યું
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 29 માર્ચ 2020, રવિવાર
હાલ ભારતમાં લોકડાઉન ચાલી રહ્યું છે. તેવામાં લોકોને પોતાના ઘરમાં જ ભરાઇ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જોકે આ લોકડાઉન દરમિયાન રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે સમય પસાર કરતા જોવા મળ્યા છે.
વાસ્તવમાં ૨૮ માર્ચના સોશિયલ મીડિયા પર એક વીડિયો મુકવામાં આવ્યો છે. જેમાં રણબીર અને આલિયા સાથે જોવા મળે છે. આ વીડિયોમાં તેમની સાથે તેમનો કુતરો પણ દેખાઇ રહ્યો છે. આલિયા અને રણબીર જિમનેશિયમમાં પહેરાતા પોશાકમાં જોવા મળે છે.
કહેવાય છે કે, આલિયા હાલ રણબીરની સાથે રહે છે, અને તેમની સાથે કપૂર પરિવારનો કુતરો જોવા મળે છે.
થોડા દિવસો પહેલા રણબીર અને આલિયાના બ્રેકઅપની વાતો ચગી હતી. પરંતુ આ તસવીરે તેમના બ્રેકઅપની ચર્ચાને માત્ર અફવા સાબિત કરી છે.