Get The App

આલિયા અને શરવરી વાઘ આગામી ફિલ્મમાં ડાન્સ સિકવન્સની જુગલંબધી કરશે

Updated: Jun 15th, 2025

GS TEAM

Google News
Google News
આલિયા અને શરવરી વાઘ આગામી ફિલ્મમાં ડાન્સ સિકવન્સની જુગલંબધી કરશે 1 - image


મુંબઇ : આલિયા ભટ્ટ અને શરવરી વાઘ યશરાજ ફિલ્મસની સ્પાઇ ફિલ્મ અલ્ફાના શૂટિંગમાં વ્યસ્ત છે. તેવામાં હાલના રિપોર્ટના અનુસાર, આ બન્ને અભિનેત્રીઓ ફિલ્મમાં સાથે એક આઇટમ સોન્ગ કરતી જોવા મળશે. જેની તૈયારી છેલ્લા બે મહિનાથી થઇ રહી છે. આલિયા અને શરવરી આ ્ગીતમાં એક  અલગ જ લુકમાં જોવા મળશે. આ ફિલ્મને ૨૦૨૫ના નાતાલના દિવસોમાં રિલીઝ કરવાની યોજના છે. રિપોર્ટ અનુસાર, આ ફિલ્મમાં અનિલ કપૂર, બોબી દેઓલ સહાયક ભૂમિકામાં અને ઋતિક રોશન કેમિયો કરતા જોવા મળવાના છે.  આ આઇટમ સોન્ગને ભવ્ય રીતે પેશ કરવામાં આવવાની તૈયારી થઇ રહી છે. બન્ને અભિનેત્રીઓ આ ગીત માટે સખત મહેનત કરી રહી છે અને પોતાની ફિટનેસ પર ધ્યાન આપી રહી છે. 

યશરાજ ફિલ્મસની સ્પાઇ યૂમિવર્સી શરૂઆત સલમાન ખાન અને કેટરિના કૈફ અભિનિત ટાઇગર સીરીઝથી થઇ હતી. આ પછી તેમાં ટાઇગર જિન્દા હૈ, વોર, પઠાન અને ટાઇગર ૩ રિલીઝ થઇ હતી. 

Tags :