આલિયા -રણબીરનો હવે ટૂંક સમયમાં નવા ઘરમાં ગૃહપ્રવેશ
- 250 કરોડનો કૃષ્ણારાજ બંગલો સંપૂર્ણ તૈયાર
- ગૃહ પ્રવેશ વિધિ માટે પરિવારમાં તૈયારીઓ શરૂ, આલિયાના આંટાફેરા વધ્યા
મુંબઈ : રણબીર કપૂર અને આલિયા ભટ્ટનો નવો બંગલો લગભગ તૈયાર થઈ ચૂક્યો છે અને હવે તેઓ કોઈપણ દિવસે ગૃહ પ્રવેશ વિધિ કરીને નવાં ઘરમાં શિફ્ટ થાય તેવી સંભાવના છે.
મુંબઈના બાંદરા વિસ્તારમાં બનાવાયેલા આ બંગલાને રણબીરનાં દાદી કૃષ્ણા કપૂરના નામ પરથી 'કૃષ્ણારાજ' નામ અપાયું છે. આ બંગલા માટે આશરે ૨૫૦ કરોડનો ખર્ચો કરાયો હોવાનું કહેવાય છે.
છેલ્લા કેટલાક સમયથી બંગલાને આખરી ઓપ અપાઈ રહ્યો હતો. તે માટે આલિયા ભટ્ટના આ બંગલા ખાતે આંટાફેરા વધી ગયા હતા. હજુ ગયા બુધવારે પણ આલિયા તથા નીતુ સિંહ બંને આ બંગલામાં ફાઈનલ ચેક માટે આવ્યાં હતાં.
આલિયા અને રણબીરના પરિવારે ગૃહ પ્રવેશ સમારોહ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. બંગલામાં લેટેસ્ટ લક્ઝરી ઈન્ટિરિયર કરાયું છે. બંગલામાં રણબીર અને આલિયા પોતાનો ઓફિસ સ્પેસ પણ રાખશે અને ફુરસદના સમયમાં મનપસંદ એક્ટિવિટી માટે પણ પર્યાપ્ત સ્પેસ અપાયો છે.
બંગલામાં નીતુ કપૂર ઉપરાંત રિદ્ધિમા કપૂર માટે એક આખો ફલોર ફાળવવામાં આવ્યો હોવાનું કહેવાય છે.