Get The App

અક્ષય ખન્નાએ નવી ફિલ્મ મહાકાલીનું શૂટિંગ શરૂ કરી દીધું

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
અક્ષય ખન્નાએ નવી ફિલ્મ મહાકાલીનું શૂટિંગ શરૂ કરી દીધું 1 - image

- શૂટિંગની ઝલક સોશિયલ મીડિયા પર 

- દ્રશ્યમ-3 છોડયાના વિવાદ પછી અભિનેતા આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત થઇ ગયો

મુંબઇ : અક્ષય ખન્ના એ  આગામી ફિલ્મ 'મહાકાલી'નું શૂટિંગ શરૂ પણ કરી દીધું છે.જેમાં તે ગુરુ શુક્રાચાર્યની ભૂમિકા ભજવી રહ્યો છે.  

મહાકાલી  સાઉથની ફિલ્મ હોવાથી અભિનેતાએ આ ફિલ્મ દ્વારા સાઉથ સિનેમામાં ડેબ્યુ કર્યું છે. મુંબઇના મહેબૂહ સ્ટુડિયોમાં  આ  ફિલ્મનુ શૂટિંગ શરૂ થઇ ગયું છે. જેની ઝલક ફિલ્મની રાઇટરે   સોશિયલ મીડિયા પર શેર કરીછે. જેમાં અક્ષય ખન્ના પણ જોવા મળી રહ્યો છે. 

 ઉલ્લેખનીય છે કે અક્ષય ખન્નાએ 'દ્રશ્યમ ૩' માટે વધુ ફી અને વિગ પહેરવાની માંગણી મુકી હતી જેને ફિલ્મસર્જકે સ્વીકારી નહોતી. અક્ષયે ફિલ્મ માટે કરાર પણ સાઇન કરી લીધા હતા. પરંતુ તેણે બાદમાં ફિલ્મ છોડી દેતાં નિર્માતા કુમાર મંગત પાઠકે તેના પર અનેક આક્ષેપો કર્યા હતા.