Akshaye Khanna Had Rejected Dhurandhar : ધુરંધર ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે અને કમાણીમાં એક બાદ એક રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે સાથે વિલેનની ભૂમિકા ભજવનાર અક્ષય ખન્ના પણ ખૂબ ચર્ચામાં રહ્યો. લોકો અક્ષય ખન્નાના ખૂબ વખાણ કરી રહ્યા છે. જોકે ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબડાએ કહ્યું છે કે અક્ષય ખન્ના આ ફિલ્મ માટે તૈયાર જ નહોતો.
ફિલ્મ માટે રાજી નહોતો અક્ષય ખન્ના
મુકેશ છાબડાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે, કે અક્ષય ખન્નાએ ફિલ્મ ઠુકરાવી દીધી હતી. મુકેશ છાબડાએ કહ્યું કે રણવીર સિંહની પસંદગી તો પહેલા જ થઈ ગઈ હતી. જે બાદ રહેમાન ડકૈતના રોલ માટે અક્ષય ખન્નાનું નામ લીધું તો ફિલ્મના મેકર્સને પણ ભરોસો નહોતો કે તેઓ આ રોલ માટે તૈયાર થશે. મેં ફિલ્મ માટે અક્ષયને ફોન કર્યો તો તેમણે જવાબ આપ્યો કે પાગલ થઈ ગયો છે કે શું? મેં કહ્યું કે એક વાર મારી વાત તો સાંભળી લો. મેં તેમને આ રોલ માટે ખૂબ મનાવ્યાં.
તે પછી અક્ષય ખન્નાએ આદિત્ય ધર સાથે મુલાકાત કરી. મુકેશ છાબડાએ વધુમાં કહ્યું, કે હું તેમને મળવા માટે ઓફિસ બોલાવ્યા. તેઓ ચાર કલાક સુધી બેઠા અને બધી જ વાત સાંભળી. પછી તેઓ ફિલ્મ માટે રાજી થયા.


