આર્યન ખાનની બેડ્સ ઓફ બોલિવૂડ જોયા પછી અક્ષય કુમારની સિનેમાના ન્યૂકમર્સને ખાસ સલાહ

Akshay Kumar: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના કરિયર શોધી રહેલા યુવાનોને અક્ષય કુમારે મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. તેમણ કહ્યું કે, 'નવા કલાકારોએ તેમના કરિયરની શરૂઆતમાં ત્રણ ફિલ્મોના કરાર પર હસ્તાક્ષર કરવાનું ટાળવું જોઈએ. તેમણે આર્યન ખાનની વેબ સિરીઝ, The Bads of Bollywoodનો ઉલ્લેખ કરીને કરણ જોહર પર પણ કટાક્ષ કર્યો.
'ક્યારેય પણ કોઈ નિર્માતા સાથે ત્રણ ફિલ્મો પર કરાર ન કરો'
અક્ષય કુમારે 70માં ફિલ્મફેર એવોર્ડના સ્ટેજ પરથી કહ્યું કે, શાહરુખ ખાન, જે આ ઈવેન્ટને હોસ્ટ કરી રહ્યા હતા, તેમણે અક્ષયને યંગસ્ટર્સ માટે કોઈ ટિપ્સ આપવા માટે કહ્યુ, ત્યારે અક્ષયે કહ્યું કે, 'હું દરેક ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવતાં નવા કલાકારોને એક જ સલાહ આપવા માંગુ છું: ક્યારેય પણ કોઈ નિર્માતા સાથે ત્રણ ફિલ્મો પર કરાર ન કરો. તમે 'The Bads of Bollywood' જોઈ હશે અને સમજી ગયા હશો કે તેમાં હીરોને કઈ કઈ વસ્તુમાંથી પસાર થવું પડે છે. આ શો સ્પષ્ટ કરે છે કે, ફિલ્મોમાં ડેબ્યુ કરતાં કલાકારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ!'
આદિત્ય ચોપરાની યશરાજ ફિલ્મસ અને કરણ જોહરની ધર્મા પ્રોડક્શને નવા કલાકારોને ત્રણ ફિલ્મોની પર ડિલ પર સાઈન કરવાનું કહેવામા આવે છે. આ કરાર પર સાઈન કર્યા બાદ એક્ટર્સ જ્યા સુધી આ ત્રણ ફિલ્મો પુરી ન કરી લે, ત્યા સુધી કોઈ બીજા પ્રોજેક્ટ અથવા પ્રોડ્યુસરની સાથે કામ નથી કરી શકતો. યોગાનુયોગ, જ્યારે અક્ષયે સ્ટેજ પરથી નવા આવનારા કલાકારોને આ સલાહ આપી ત્યારે શાહરૂખ ઉપરાંત કરણ પણ સ્ટેજ પર હાજર હતો.
આ પણ વાંચો: રવિ કિશનની પત્નીએ પાપરાઝીની સામે જ તેમનો હાથ ઝાટકી નાખ્યો, કેમેરામાં સીન કેદ
'નવા કલાકારોને સ્વતંત્રતા આપો'
અક્ષયે તેમને કહ્યું, 'ત્રણ ફિલ્મોનો કરાર ન કરશો. આપણા નવા કલાકારોને સ્વતંત્રતા આપો. તેમને ભાગી જવાની મંજૂરી આપો. તેઓ કહે છે, તેમને મુક્ત થવા દો. જો તેઓ તમારા હશે તો, તેઓ ચોક્કસપણે તમારી પાસે પરત આવશે.'

