Get The App

અક્ષય કુમારની ફિલ્મને લવ, સેક્સ ઔર ધોખા ભાગ બે નડશે

Updated: Jul 8th, 2023

GS TEAM

Google News
Google News
અક્ષય કુમારની  ફિલ્મને લવ, સેક્સ ઔર ધોખા ભાગ બે નડશે 1 - image


- આવતાં વર્ષે વેલેન્ટાઈનમાં બંનેની એકસાથે રીલીઝ 

- અક્ષય હાલ નિષ્ફળ જઈ રહ્યો છે  તેની સામે એલએસડી હિટ ફ્રેન્ચાઈઝી 

મુંબઈ: ફિલ્મ પ્રોડયૂસર એકતા કપૂરે અક્ષય કુમારની મુશ્કેલી વધારી દીધી છે. તેણે આવતાં વર્ષે વેલેન્ટાઈન વીકમાં રજૂ થનારી અક્ષય કુમારની હજુ ટાઈટલવિહોણી ફિલ્મની સાથે જ પોતાની 'લવ, સેક્સ ઔર ધોખા પાર્ટ ટૂ' રીલીઝ કરવાની જાહેરાત કરી દીધી છે. 

એકતા કપૂર લાંબા સમયથી આ ફિલ્મનો બીજો ભાગ પ્લાન કરી રહી હતી. તેનો પહેલો ભાગ ધાર્યા કરતાં વધારે હિટ થયો હતો.  આથી, તેના બીજા ભાગની ડિમાન્ડ પણ બહુ સમયથી ચાહકો કરી રહ્યા હતા. હવે એકતાએ આગામી વર્ષે ફેબુ્રઆરીમાં ફિલ્મનો બીજો ભાગ રજૂ કરવાની જાહેરાત કરી દીધી છે.  

અક્ષય કુમાર સૂરિયાની 'સૂરારાઈ પોટ્ટુરુ' ની રિમેકમાં કામ કરી રહ્યો છે. તે ફિલ્મ પણ આ જ સમયે રજૂ થવાની છે. અક્ષય કુમાર હાલ સતત ફલોપ જઈ રહ્યો છે. તેમાં પણ આ સાઉથની એક એવી  જાણીતી ફિલ્મની રિમેેક છે જેને ઓટીટી પર મોટાભાગના લોકો જોઈ ચૂક્યા છે. તેની સામે એકતા કપૂરની 'એલએસડી'  તે સમયે પણ અતિશય બોલ્ડ કન્ટેન્ટના કારણે ભારે ચર્ચાસ્પદ બની હતી. તે ફિલ્મ ફરતે સર્જાયેલા વિવાદોનો લાભ બીજા ભાગને પણ મળી શકે તેમ છે.

આ સંજોગો જોતાં અક્ષય કુમાર જો તેની ફિલ્મની રીલીઝ ડેટ આઘીપાછી નહીં કરે તો તેના નામે વધુ એક નિષ્ફળ ઉમેરાઈ જાય તેવી સંભાવના છે. 

દિબાકર બેનર્જી દિગ્દશત ફિલ્મ 'લવ, સેક્સ ઔર ધોખા'માં રાજકુમાર રાવ અને નુસરત ભરૂચાાની મુખ્ય ભૂમિકાઓ હતી. બીજા ભાગમાં નિમરત કૌર અહલુવાલિયા મહત્વની ભૂમિકામાં હોવાનું કહેવાય છે. 

Tags :