અક્ષય કુમાર આગામી ફિલ્મના શૂટિંગ માટે પ્રાઇવેટ જેટ દ્વારા સ્કોટલેન્ડ જશે
- નિર્માતાના બજેટમાં અધધધ વધારો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.16 જુલાઈ 2020, ગુરુવાર
કોરોના વાયરસના કારણે મનોરંજન ઇન્ડસ્ટ્રીને બહુ નુકસાન થયું છે. હજી પણ શૂટિંગ શરૂ કરતા પહેલા પણ તેમના ફિલ્મના નિર્ધારિત કરેલા બજેટ કરતાં પણ અગણિત વધારો થવાનો છે.
અક્ષય કુમારની આવનારી થ્રિલર ફિલ્મ બેલ બોટમનું શૂટિંગ કોરોનાના કારણે થયેલા લોકડાઉનથી શરૂ કરી શકાયું નથી. હવે આ શૂટિંગને ઓગસ્ટ મહિનામાં શરૂ કરવાની યોજના છે. જે અનુસાર શૂટિંગ સ્કોટલેન્ડમાં ૪૫ દિવસ ચાલશે. અક્ષય આ માટે ખાનગી જેટ દ્વારા સ્કોટલેન્ડ પહોંચશે તેથી નિર્માતાના ખર્ચમાં અધધધ વધારો થવાની શક્યતા છે. શૂટિંગના શેડયુલને એ રીતે પ્લાન કરવામાં આવ્યો છે કે નક્કી કરેલા સમયમાં શૂટિંગ પુરુ કરવામાં આવે આ દરમિયાન કોઇ પણ બ્રેક લેવામાં આવશે નહીં.
સૂત્રના અનુસાર અક્ષય કુમાર પોતાની પૂરી ટીમ સાથે સ્કોટલેન્ડ જશે. કોરોનાને કારણે પ્રાઇવેટ જેટની સુવિધા આપવામાં આવશે.
કહેવાય છે કે શૂટિંગ માટે સંપૂર્ણ કાસ્ટ અને ક્રૂના વીઝા ઇન્ટરવ્યુ પણ પૂરા થઇ ગયા છે. તેઓ જલદીજ રવાના થાય તેવી શક્યતા છે.