અક્ષયકુમારે મુંબઈમાં બે ફલેટ 92 ટકા નફા સાથે વેંચ્યા
- 3.69 કરોડના ફલેટ 8 વર્ષે 7.10 કરોડમાં વેંચાયા
- અક્ષય કુમાર દ્વારા છેલ્લા સાત મહિનામાં 110 કરોડના પ્રોપર્ટીના સોદા
મુંબઈ : અક્ષય કુમારે મુંબઈના પશ્ચિમી પરાં બોરિવલીમાં સાત વર્ષ પહેલાં ૩.૬૯ કરોડમાં ખરીદેલા ફલેટ હવે ૭.૧૦ કરોડમાં વેંચી દીધા છે. આમ બે ફલેટના વેચાણમાં તેને ૯૮ ટકાનો ફાયદો થયો છે.
અક્ષય કુમારે છેલ્લા સાત મહિનામાં ૧૧૦ કરોડ રુપિયાના પ્રોપર્ટીના સોદા કર્યા છે. તેના લેટેસ્ટ સોદામાં બોરીવલી ઈસ્ટના બે ફલેટનો સમાવેશ થાય છે.
દસ્તાવેજો અનુસાર અક્ષય કુમારે ૧૧૦૧ સ્કવેર ફૂટનો એક ફલેટ ૫.૭૫ કરોડમાં વેંચ્યો છે. આ ફલેટ તેણે ૩.૦૨ કરોડમાં ખરીદ્યો હતો. જ્યારે ૨૫૨ ચોરસ ફૂટનો સ્ટુડિયો એપાર્ટમેન્ટ ૧.૩૫ કરોડમાં વેંચ્યો છે. આ સ્ટુડિયો એપાર્ટમેન્ટ તેણે ૨૦૧૭માં ૬૭.૯૦ લાખમાં ખરીદ્યો હતો.
અક્ષય કુમાર મુંબઈના બોરિવલી ઉપરાંત વરલી અને લોઅર પરેલ સહિતના વિસ્તારોમાં છેલ્લા સાત મહિનામાં ૧૧૦ કરોડના પ્રોપર્ટી લેવેચના સોદા કરી ચૂક્યો છે. તેમાં રેસિડેન્શિઅલ અને કોમર્શિઅલ એમ બંને પ્રકારની પ્રોપર્ટીનો સમાવેશ થાય છે.