અક્ષય કુમાર, પરેશ રાવલ, સુનીલ શેટ્ટીની ફિલ્મ 'હેરાફેરી ૩'માંથી ઈન્દ્ર કુમારનું પત્તું કપાયું
- તેના સ્થાને પ્રિયદર્શનને લેવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ,તા. 20 એપ્રિલ 2019, શિ
અક્ષય પુમાર, પરેશ રાવલ, સુનીલ શેટ્ટીની ફિલ્મ 'હેરાફેરી ૩'ની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે. હવેઆ ફિલ્મને લગતી નવીવાત એ છે કે, દિગ્દર્શક ઈન્દ્ર કુમારનું પત્તું આ ફિલ્મમાંથી કપાઈ ગયું છે. તેના સ્થાને પ્રિયદર્શનને આ જવાબદારી સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હેરાફેરીની પ્રથમ કડી એટલે કે મૂળ ફિલ્મનું દિગ્દર્શન પ્રિયદર્શને જ કર્યું હતું. ૨૦૦૦ની સાલમાં દિગ્દર્શકે આ ફિલ્મ દ્વારા દર્શકોને હસાવીને લોથપોથ કરી નાખ્યા હતા. ૧૯ વરસ બાદ આ સંપૂર્ણ ટીમ ફરી સાથે કામ કરશે. ઈન્દ્રકુમાર વ્યસ્ત હોવાને કારણે તે આ ફિલ્મમાં દિગ્દર્શન કરી શકે એમ નથી એવું સૂત્રે જણાવ્યું હતું.
રિપોર્ટસના પ્રમાણે 'હેરાફેરી ૩'માં ટાઈમ ગેપ દેખાડવામાં આવશે. જેમાં ત્રણેય અભિનેતાઓ પોતાની વર્તમાન વય કરતાં મોટી વયના પાત્રમાં જોવામળશે. જેમાં અક્ષય કુમાર, રાજુના પાત્ર, પરેશ રાવલ બાબુરાવના અને સુનીલ શેટ્ટીના શ્યામના પાત્રના લુકને બદલવામાં આવશે. ટાઈમ ગેપને કારણે તેમની વય કેટલી દર્શાવાશે અને વાળ સફેદ કરવામાં આવશે કે નહીં તે અંગે હજી નિર્ણય લેવાયો નથી.
'હેરાફેરી ૩' મૂળ ફિલ્મને પ્રિયદર્શને દિગ્દર્શન કરી હતી. જ્યારે બીજી કડીને નીરજ વોરાએ ડિરેકટ કરી હતી. હવે ત્રીજી કડી માટે ઈન્દ્ર કુમારનું નામ બોલાયું હતું પરંતુ તે આ ફિલ્મમાંથી નીકળી ગયો. ઈન્દ્ર કુમાર અજય દેવગણ સાથે અન્ય અન્ય પ્રોજેકટમાં વ્યસ્ત છે.