Get The App

Sky Force Trailer: પાકિસ્તાન સાથે બદલો લેશે અક્ષય કુમાર, દેશભક્તિના રંગમાં રંગાયા જાંબાઝ ઓફિસર

Updated: Jan 5th, 2025

GS TEAM

Google News
Google News
Sky Force Trailer: પાકિસ્તાન સાથે બદલો લેશે અક્ષય કુમાર, દેશભક્તિના રંગમાં રંગાયા જાંબાઝ ઓફિસર 1 - image

Sky Force Trailer: વર્ષ 2025ની શરૂઆત દેશભક્તિ અને આર્મીથી જોડાયેલા જુસ્સાથી થવાની છે. અક્ષય કુમારની Sky Forceનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે, જે ફેન્સના રૂંવાટા ઉભા કરી દેનારું છું. ફિલ્મમાં અક્ષયની સાથે સારા અલી ખાન અને વીર પહાડિયા પણ છે. વીર આ ફિલ્મમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. 

એરિયલ શોટ્સ અને ઇમોશન્સનો સંગમ

'સ્કાઈ ફોર્સ' નામથી એક દેશભક્તિ ફિલ્મ છે. અક્ષય કુમાર આર્મીના જાંબાઝ ઓફિસર ટાઈગર છે, જ્યારે વીર પહાડિયા-ટૈબીના રોલમાં છે. વીરની પત્નીનું પાત્ર સારા અલી ખાન નિભાવી રહી છે. ટ્રેલરથી સંપૂર્ણ કહાની લગભગ સ્પષ્ટ થતી નજરે પડે છે કે આ પાકિસ્તાન સાથે બદલો લેવા પર છે. એક જાંબાઝ ઓફિસર (ટૈબી)ના ગુમાવવા અને તેમના બાદ તેના દુઃખથી જજૂમી રહેલા તેમના પરિવારની કહાની છે. પરંતુ તે ઓફિસર બાદમાં મળે છે કે નહીં? તે આ ફિલ્મ જોવા પર જ ખબર પડશે.


24 જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ થશે ફિલ્મ

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર છેલ્લા કેટલાક વર્ષોથી બોક્સ ઓફિસ પર ફ્લોપ ચાલી રહ્યા છે. એક્ટર કોઈ પણ ફિલ્મ લઈને આવી રહ્યા છે તો તે સારું પ્રદર્શન કરી શકતી નથી. એક્ટરની ખુબ ટીકા કરવામાં આવે છે અને લોકો સલાહ આપે છે કે તેમને હવે નિવૃત્ત થઈ જવું જોઈએ. નેગેટિવ રિવ્યૂ બાદ પણ ખિલાડી કુમાર સતત ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. ભલે કોરોના કાળ બાદ કેટલાક વર્ષ એક્ટર કરિયર માટે ખરાબ થઈ રહ્યા હોય પરંતુ તેમના ફેન્સને આશા છે કે તેઓ બોક્સ ઓફિસ પર ફરી એકવાર વાપસી કરી શકે છે. આ આશા તેમની અપકમિંગ ફિલ્મ 'સ્કાઈ ફોર્સ'થી છે. દેશભક્તિથી ભરપૂર આ ફિલ્મને 26 જાન્યુઆરીના બે દિવસ પહેલા 24 જાન્યુઆરી, 2025ના રોજ રિલીઝ કરવામાં આવશે.

4 વર્ષમાં 12 ફ્લોપ... હવે શું થશે?

લક્ષ્મી બૉમ, બેલ બૉટમ, અતરંગી રે, બચ્ચન પાંડે, પૃથ્વી રાજ ચૌહાણ, રક્ષા બંધન, કટપુતલી, રામ સેતુ, સેલ્ફી, મિશન રાનીગંજ, બડે મિયાં છોટે મિયાં, સરફિરા, ખેલ ખેલ મેં આ તમામ ફિલ્મો ફ્લોપ રહી. જ્યારે સૂર્યવંશી, ઓએમજી 2, સ્ત્રી 2 (કેમિયો) હિટ રહી. સિંઘમ અગેઈન એવરેજ ફિલ્મ રહી. જેમાં પણ અક્ષય કુમારનો કેમિયો હતો. હવે આગામી ફિલ્મ 'સ્કાઈ ફોર્સ' કેવું પ્રદર્શન કરે છે તે તો રિલીઝ થયા બાદ જ સામે આવશે. જણાવી દઈએ કે, આગામી સમયમાં અક્ષય કુમારની અન્ય ફિલ્મો પણ રિલીઝ થશે.

ભૂત બંગલા


જોલી એલએલબી 3


હાઉસફુલ 5


વેલકમ 3