Get The App

અક્ષય કુમારની 'મિશન રાણીગંજ' ફ્લોપ, 55 કરોડની ફિલ્મે વિશ્વભરમાંથી કરી માત્ર આટલી જ કમાણી

'મિશન રાનીગંજ' બોક્સ ઓફિસ પર ફેલ સાબિત થઈ

'મિશન રાનીગંજ' એ શુક્રવારે 2.8 કરોડનું કલેક્શન કર્યુ હોવાના અહેવાલ

Updated: Nov 10th, 2023

GS TEAM


Google News
Google News
અક્ષય કુમારની 'મિશન રાણીગંજ' ફ્લોપ, 55 કરોડની ફિલ્મે વિશ્વભરમાંથી કરી માત્ર આટલી જ કમાણી 1 - image
Image Social Media

તા. 10 નવેમ્બર 2023, શુક્રવાર

Akshay Kumar mission raniganj worldwide box office: 6 ઓક્ટોમ્બર 2023ના રોજ અક્ષય કુમારની ફિલ્મ  'મિશન રાણીગંજ : ધ ગ્રેટ ભારત રેસક્યુ' રિલીઝ થઈ હતી. ફિલ્મમાં અક્ષયકુમાર કોલ માઈનિંગ એન્જિનિયર જસવંત સિંહ ગિલનું પાત્ર નિભાવી રહ્યો છે. ફિલ્મુનું નિર્દેશન ટીનુ સુરેશ દેસાઈએ કર્યુ છે અને આ ફિલ્મ પશ્ચિમ બંગાળમાં 1989માં રાનીગંજ કોલફીલ્ડની સ્ટોરી બતાવવામાં આવી છે, જ્યારે જસવંત સિંહે પોતાની સુઝબુઝથી કોલસાની ખાણમાં ફસાયેલા 65 મજુરોના જીવ બચાવ્યા હતા. ફિલ્મને ભલે ક્રિટિક્સના મિક્સ રિવ્યું મળ્યા હોય પરંતુ દર્શકોએ ફિલ્મને નકારી કાઢી છે. ફિલ્મ ફ્લોપ સાબિત થઈ અને તેનુ બજેટ પણ નથી નિકળી શક્યું. 

'મિશન રાનીગંજ' બોક્સ ઓફિસ પર ફેલ સાબિત થઈ 

બોલીવુડના ખેલાડી અક્ષય કુમાર વર્ષમાં 3-4 ફિલ્મો સાથે બોક્સ ઓફિસ પર એન્ટ્રી કરતો હોય છે અને તેની ફિલ્મો ચાલતી પણ હોય છે,  પરંતુ છેલ્લા કેટલાક સમયથી અક્ષયની ફિલ્મો ન ચાલવાથી ફિલ્મ બિઝનેસ માટે નુકસાનકારક છે. અક્ષયની લેટેસ્ટ રિલીઝ 'મિશન રાનીગંજ' બોક્સ ઓફિસ પર સારૂ પ્રદર્શન નથી કરી રહી. 

'મિશન રાનીગંજ'નું પહેલુ અઠવાડિયું 

માહિતી પ્રમાણે 'મિશન રાનીગંજ' એ શુક્રવારે 2.8 કરોડનું કલેક્શન કર્યુ હોવાના અહેવાલ છે. આ છેલ્લા એક અઠવાડિયામાં અક્ષયની ફિલ્મોની સૌથી મોટી ઓપનિંગમાંથી કહેવામાં આવતી હતી. શનિવાર-રવિવાર જોતા  'મિશન રાનીગંજ' એ પહેલા 3 દિવસમાં 12.60 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકી.

Tags :