ફિલ્મ Hera Pheri 3 માં રાજુના પાત્રમાં જોવા મળશે ખેલાડી ભૈયા?
નવી મુંબઇ,તા. 5 ડિસેમ્બર 2022,સોમવાર
અક્ષય કુમાર આ દિવસોમાં ફિલ્મ 'હેરા ફેરી'ના આગામી પાર્ટને લઈને ચર્ચામાં છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અક્ષય કુમારે કન્ફર્મ કર્યું હતું કે, તે અનીસ બઝમી દ્વારા નિર્દેશિત 'હેરા ફેરી 3'નો પાર્ટ નહી હોય.
આ સમાચાર પછી એવી અટકળો શરૂ થઈ હતી કે ડિરેક્ટરે હવે અક્ષયની જગ્યાએ કાર્તિક આર્યનને કાસ્ટ કર્યો છે. હવે આ સમાચારમાં વધુ એક રસપ્રદ અપડેટ સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે, અક્ષય વગર ફિલ્મ 'હેરા ફેરી' બની શકે તેમ નથી. ફિરોઝ નડિયાદવાલાએ અક્ષય સાથે ફરી વાતચીત શરૂ કરી છે. જો બધું બરાબર રહેશે તો દર્શકોને ફરીથી ફિલ્મમાં અક્ષયની કોમેડી જોવા મળશે.
રાજુ, શ્યામ અને બાબુરાવની કોમેડી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. એક્શનથી લઈને રોમાન્સ અને કોમેડીથી લઈને ડ્રામા સુધી, ખેલાડી દરેક બાબતમાં એક્સપર્ટ છે. કંઈક આવું જ 2000માં આવેલી ફિલ્મ 'હેરા ફેરી'માં જોવા મળ્યું હતું. આ ફિલ્મમાં રાજુ, શ્યામ અને બાબુરાવના ત્રણ પાત્રો એક આઇકોનિક પાત્રો છે. રાજુ તરીકે અક્ષય કુમાર, શ્યામ તરીકે સુનિલ શેટ્ટી અને બાબુરાવ તરીકે પરેશ રાવલની ત્રણેય નજરે પડી હતી.
સોશિયલ મીડિયામા પણ યુઝર્સ #HeraPheri3 ટ્રેન્ડ કરી રહ્યું છે, જેમાં કયાસ લગાવવામાં આવી રહ્યાં છે કે, હેરા ફેરી 3 માં અક્ષય કુમાર જોવા મળશે તેમજ એક તરફ યુઝર્સ એમ પણ કહી રહ્યાં છે કે કાર્તિક આર્યન હોઇ શકે છે રાજુ ભાઇના કિરદારમાં...તો અન્ય યુઝર્સ કહી રહ્યાં છે કે આખિર બાપ તો બાપ હોતા હૈ.
ફિરોઝ નડિયાદવાલાની અક્ષય સાથે વાતચીત
મળતી માહિતી પ્રમાણે ચાહકોની જાહેર માંગ પર, ફિરોઝ નડિયાદવાલા ફરીથી અક્ષય કુમાર સાથે 'હેરા ફેરી ફ્રેન્ચાઈઝી'માં રાજુ તરીકે પરત ફરવા માટે વાતચીત કરી રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં, ફિરોઝ અક્ષય કુમારને તમામ મતભેદોને ઉકેલવા અને તેમને મનપસંદ ફ્રેન્ચાઇઝીમાં પાછા લાવવા માટે ઘણી વખત મળ્યા છે. તે જાણે છે કે, તેનું પાત્ર કેટલું શક્તિશાળી છે. આ સાથે, તેણે એ પણ સ્વીકાર્યું છે કે તેના પાત્રને નવી ઊંચાઈએ લઈ જવાનો શ્રેય અક્ષયના પાત્રને ભજવવાની રીતને જાય છે.