શું ફિલ્મ OMG-2 11 ઓગસ્ટના રોજ નહીં રિલીઝ થાય? સોન્ગમાં તારીખ હટાવવા પર વધ્યું સસ્પેન્સ
ફિલ્મ OMG-2નું ગીત ઉંચી ઉંચી વાદી મે બસતે હૈ ભોલે શંકર મંગળવારે રિલીઝ થયું હતું
કમિટીએ ફિલ્મને સેંસર સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી હતી.
Image Twitter |
તા. 19 જુલાઈ 2023, બુધવાર
અભિનેતા અક્ષયકુમારની ફિલ્મ OMG-2 આજકાલ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. આ ફિલ્મ નિર્માતા- નિર્દશક અનિલ શર્માની ફિલ્મ ગદર -2ના દિવસે 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. પરંતુ રિપોર્ટસ પ્રમાણે હવે ફિલ્મને રિલીઝ કરવાની તારીખને આગળ વધારવામાં આવી છે.
ગીતમાં રિલીઝના તારીખ 11 ઓગસ્ટની જગ્યાએ આ ઓગસ્ટ લખવામાં આવી છે
ફિલ્મ OMG-2નું ગીત 'ઉંચી ઉંચી વાદી મે બસતે હૈ ભોલે શંકર' મંગળવારે રિલીઝ થયું હતું. આ ગીતમાં રિલીઝ થવાની તારીખ 11 ઓગસ્ટની જગ્યાએ આ ઓગસ્ટ લખવામાં આવી છે. ત્યારથી આ વાત પર વિવિધ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે અને ફિલ્મને રિલીઝ કરવાની તારીખ આગળ વધારી દેવામાં આવી હોય તેવુ સ્પષ્ટ દેખાય છે. આ બાબતે મળતી જાણકારી પ્રમાણે ફિલ્મ નિર્માતાઓએ આ વાતને લઈને મુંઝવણમાં છે કે ફિલ્મને ક્યારે રિલીઝ કરવી.
કમિટીએ ફિલ્મને સેંસર સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી હતી.
જ્યારથી ફિલ્મ OMG-2નું પોસ્ટર અને ટીઝર રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મને લઈને વિવાદ ચાલી રહ્યા છે. ગયા અઠવાડિયે ફિલ્મ જોયા બાદ સેંસર બોર્ડની તપાસ સમિતિએ કથિત રુપે ફિલ્મને સેંસર બોર્ડે સર્ટિફિકેટ આપવાની ના પાડી દીધી હતી. જેના પછી ફિલ્મને તપાસ સમિતિ પાસે મોકલવામાં આવી હતી. અને ત્યા ગયા પછી 17 જુલાઈના રોજ સેંસર બોર્ડના ચેરમેમ પ્રસુન જોષીએ પણ જોઈ હતી.