અક્ષય કુમારે સિન્ટાના મેમ્બરોને રૂપિયા 45 લાખનું ડોનેશન આપ્યું
- જેની પુષ્ટિ સિન્ટાના સીનિયર જોઇન્ટ સેક્રેટરીએ કરી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 28 મે 2020, ગુરુવાર
અક્ષય કુમાર સતત કોરોના મહામારી સામે લડત માટે સહાય કરી રહ્યો છે. તેણે પીએમ કેયર્સ ફંડમાં રૂપિયા ૨૫ કરોડ આપ્યા હતા અને પીપીઇ કિટસ તેમજ માસ્ક માટે બૃહદ મુંબઇ પાલિકાને રૂપિયા ત્રણ કરોડનું ડોનેશન કર્યું છે. હવે ફરી એક વખત તેણે સિન્ટાના મેમ્બરોને આર્થિક સહાય કરી છે.
વાસ્તવમાં અક્ષયે સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન (સિન્ટા)ના મેમ્બર્સની મદદે આગળ આવ્યો છે. તેણે સંઘર્ષ અને દૈનિક વેતન મેળવતા કલાકારો માટે રૂપિયા ૪૫ લાખ ડોનેટ કર્યા છે જેઓ આ મહામારીથી બહુ તકલીફમાં આવી ગયા છે. આની જાણકારી સિન્ટાના સીનિયર જોઇન્ટ સેક્રેટરી અમિત બહલે આપી હતી.
બહલે જણાવ્યું હતુ ંકે, અમારી કમિટીના મેમ્બર અને અભિનેતા અયૂબ ખાને આ કામ પોતાના હાથમાં લીધું હતું. તેણે જાવેદ જાફરી અને સાજિદ નડિયાદવાળાને વાત કરી હતી. બહલના ્નુસાર, અમે એ લોકોના આભારી છીએ. સૌથી પહેલા અયૂબે જાવેદ જાફરીને વા કરી, જાવેદ ભાઇએ સાજિદને કહ્યું અને પછી સાજિદે અક્ષય કુમાર સાથે મદદની વાત કરી હતી.
બહલે વધુમાં જણાવ્યું હતું કે, અક્ષયે તરત જ મેમ્બર્સોની એક યાદી અમારી પાસે માંગી હતી જે અમે મોકલી આપી હતી. અમારા ૧૫૦૦ મેમ્બર્સોના થેન્કયુ મેસેજ આવ્યા છે. તેમના ખાતામાં ૩૦૦૦ રૂપિયા જમા થઇ ગયા છે. જેનું ટોટલ રૂપિયા ૪૫ લાખ થાય છે. સંકટની સ્થિતિ વધશે તો સાજિદ અને અક્ષયે વધુ ડોનેશન આપવાનું પણ પ્રોમિસ કર્યું છે.