અક્ષય કુમારે મુંબઇ પોલીસ ફાઉન્ડેશનમાં રૂપિયા બે કરોડ આપ્યા
- તો વળી આમિર ખાન જરૂરિયાતમંદોને લોટના પેકેટની અંદર પંદર હજાર રૂપિયા છુપાવીને મોકલ્યા હોવાની વાત
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 28 એપ્રિલ 2020, મંગળવાર
અક્ષય કુમાર કોરના વાયરસના જંગ સામે લડવા માટે ઉદાર દિલે આર્થિક સહાય કરી રહ્યો છે. ગયા મહિને તેણે પીએમ કેયર્સ ફંડમાં રૂપિયા ૨૫ કરોડનું દાન કર્યું હતું. ેરછી તેણે બૃહદ મુંબઇ પાલિકાને પણ ત્રણ કરોડ રૂપિયા ડોનેટ કર્યા હતા. હવે સમાચાર છે કે અઙયે મુંબઇ પોલીસને પણ ્સારું ડોનેશન આપ્યું છે.
મુંબઇ પોલીસ કમિશ્નર પરમબીર સિંહે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ જાણકારીઆપી છે. તેમણે સોમવારે ટ્વિટ કરીને જણાવ્યું હું ે, અક્ષયે મુંબઇ પોલીસ ફાુન્ડેશનને રૂપિયા બે કરોડનું દાન કર્યું છે. તેમણે વધુમાં લખ્યું હતું કે, મુંબઇ પોલીસ ફાઉન્ડેશનમાં રૂપિયા બે કરોડ આપવા માટે મુંબઇ પોલીસ અક્ષય કુમારની આભારી છે. તમારો આ સહયોગ મુંબઇ પોલીસની મહિલા અને પુરુષોની સુરક્ષા માટે મદદરૂપ થશે.
અક્ષયે પોલીસ કમિશનરના વળતા જવાબમાં લખ્યું હતુ ંકે, પહેલા તો હું કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનાર હેડ કોન્સેટબલ ચંદ્રકાંત પેંડુરકર સુર્વેને શ્રદ્ધાંજલિ આપતા સેલ્યુટ કરું છું જેમણે કોરોના સામે લડીને પોતાનો જીવ ગુમાવ્યો. મેં મારુ કર્તવ્ય પુરુ કર્યું છે, મને આશા છે કે તમે લોકો પણ આમ જ કરશો. આપણે એ ન ભૂલવું જોઇએ આ લોકોને કારણે જ આપણે સુરક્ષિત છીએ.
આ સાથે જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે કે દિલ્હીમાં જરૂરિયાત લોકોની મદદ માટે એક ટ્રક ભરીને લોટના પેકેટ આવ્યા હતા. જે એક એક કિલોના હતા. ઘણા લોકોએ આટલો ઓછો લોટ લેવાનો ઇનકાર કર્યો હતો પરંતુ જેણે લીધા હતા તેના પેકેટમાંથી રૂપિયા ૧૫ હજાર રોકડા નીકળ્યા હતા. કહેવાય છે કે આમિરે આ દાન કર્યું છે.
આમિર ખાને લોટના પેકેટની અંદર રૂપિયા ૧૫ હજાર ભરીને મોકલ્યા છે તેવી વાત ફેલાઇ છે. જોકે આમિર આ બાબતની સ્પષ્ટતા કરતો નથી. તેને જાણનારા લોકો કહે છે કે આમિર છુપુ દાન કરવામાં માને છે.