એક્ટર અક્ષય કુમારે પોતાના 2 નવા પ્રોજેક્ટનું એલાન કર્યુ, આવી હશે સ્ટોરી
મુંબઈ, તા. 04 ડિસેમ્બર 2022 રવિવાર
અભિનેતા અક્ષય કુમારે રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના 2 નવા પ્રોજેક્ટનું એલાન કર્યુ છે. તેમણે પહેલા પ્રોજેક્ટને મુદ્દે કહ્યુ કે સ્ક્રિપ્ટ પૂરી થઈ ગઈ છે. પ્રોજેક્ટનું ટાઈટલ બદલી દેવાશે અને શૂટિંગ આગામી વર્ષે શરૂ કરવાનું પ્લાનિંગ છે. આ પ્રોજેક્ટ વેબ સિરીઝ ક્ષેત્રે અક્ષય કુમારનું પહેલુ પગલુ હશે.
તેમણે વેબ સિરીઝને મુદ્દે કહ્યુ, આ સાયન્સ ફિક્શન પર આધારિત છે, જેમાં ખૂબ એક્શન છે. અક્ષય કુમારે તે પણ ખુલાસો કર્યો કે તેઓ યૌન શિક્ષણ પર આધારિત એક ફિલ્મ પર પણ કામ કરી રહ્યા છે. આ એક એવો વિષય છે, જેના વિશે તેમને લાગે છે કે વાત કરવી જરૂરી છે. રિપોર્ટ્સ અનુસાર તેમણે કહ્યુ, મને સામાજિક મુદ્દાઓ પર ફિલ્મ કરવી પસંદ છે. જે ખાસ કરીને મારા દેશ અને કોઈના પણ જીવનમાં પરિવર્તન લાવી શકે છે.
અક્ષય કુમારે કહ્યુ, હુ બસ તે વિષયોને પસંદ કરુ છુ અને તેની પર ફિલ્મ બનાવુ છુ પરંતુ હુ તેને ખૂબ જ કમર્શિયલ રીતે બનાવુ છુ, જ્યાં ગીત હોય છે, કોમેડી હોય છે, ડ્રામા હોય છે અને ટ્રેજેડી હોય છે. તેથી હુ સત્ય વાર્તાઓ લઉં છુ અને તેને અપનાવુ છુ અને તેને કવર કરુ છુ.