અક્ષય કુમાર અને સૈફ અલી 17 વર્ષ પછી સાથે આવશે
- પ્રિયદર્શનની ફિલ્મનું ટાઈટલ હૈવાન
- મોહનલાલની મલયાલમ ફિલ્મ ઓપ્પમની રીમેક હશે, આવતા મહિનાથી શૂટિંગ
મુંબઇ : અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ૧૭ વરસ પછી ફરી સાથે કામ કરવાના છે. આ જોડીએ પ્રિયદર્શનની ફિલ્મ 'હૈવાન'સાઇન કરી છે. ફિલ્મનું શૂટિંગ આગામી મહિને શરુ થવાનું છે. સૈફ અને અક્ષયની આ ફિલ્મ ૨૦૧૬ની મલયાલમ ફિલ્મ 'ઓપ્પમ'ની હિંદી રીમેક હશે. મૂળ ફિલ્મમાં મોહનલાલે અભિય કર્યો હતો. કહેવાય છે કે, અક્ષય આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં જોવા મળશે. જોકે, સૈફના રોલ વિશે બહુ વિગતો અપાઈ નથી.
મૂળ રિમેકમાં હિંદી ઓડિયન્સને ધ્યાને રાખને કેટલાક ફેરફારો પણ કરવામાં આવશે.
આ ફિલ્મ આવતાં વર્ષે રીલિઝ કરવામાં આવે તેવું પ્લાનિંગ છે.