Get The App

અક્ષય કુમાર અને અનીસ બઝમીનું 15 વર્ષ પછી ફરી કોલબરેશન

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
અક્ષય કુમાર અને અનીસ  બઝમીનું 15 વર્ષ પછી ફરી કોલબરેશન 1 - image

મુંબઈ: અનીસ બઝમી અને અક્ષય કુમાર ફરી કોલબરેશન કરી રહ્યા હોવાની ચર્ચા બોલિવુડ વર્તુળોમાં છેલ્લા કેટલાક સમયથી ચાલતી હતી. હવે ખુદ અનીસ બઝમીએ કન્ફર્મ કર્યું છે કે તે અક્ષય કુમારને લઈને એક કોમેડી ફિલ્મ બનાવી રહ્યો છે. 

અક્ષય કુમારે છેલ્લે ૨૦૧૧માં અનીસ બઝમીની ફિલ્મ 'થેન્ક યુ'માં કામ કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી અક્ષય કુમારની કારકિર્દી પણ ખરાબે ચડી છે. આથી  તેણે ફરી કોમેડી જોનર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેના ભાગરુપે તેણે અનીસ જેવા અનુભવી  ડાયરેક્ટરની ફિલ્મ સ્વીકારી હોવાનું મનાય છે. 

અનીસ બઝમીએ આ ફિલ્મ એનાઉન્સ કરતી વખતે જોકે તેના ટાઈટલની જાહેરાત કરી ન હતી. ફિલ્મમા અક્ષય કુમાર ઉપરાંત અન્ય કયા કયા કલાકારો હશે તેની જાહેરાત પણ હજુ બાકી છે. 

અક્ષય કુમારે અનીસ બઝમી સાથે કરેલી 'વેલકમ' અને 'સિંઘ ઈઝ કિંગ' ફિલ્મો હિટ સાબિત થઈ હતી.