Ajmer 92 ટ્રેલર રિલીઝ: 250 યુવતીઓ સાથે રેપ અને બ્લેકમેલિંગના રહસ્યનો પર્દાફાશ કરનાર એક પત્રકારની કહાની
નવી મુંબઇ,તા. 17 જુલાઇ 2023, સોમવાર
મચ અવેટેડ ફિલ્મ 'અજમેર 92'નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના નામને લઈને પહેલા ઘણો વિવાદ થયો હતો. 'અજમેર 92'માં વર્ષ 1987 થી 1992 દરમિયાન 250 યુવતીઓ પર રેપ અને તેમાંથી ઘણી સગીર યુવતીઓની આત્મહત્યાને બતાવવામાં આવી છે. આ સમાચારને કારણે અજમેરમાં ભય અને ધાર્મિક ઉન્માદ ફેલાયો છે.
'અજમેર-92' મહિલાઓમાં સશક્તિકરણની ભાવના જગાડવા, તેમનું મૌન તોડવા અને કોઈપણ પ્રકારના અત્યાચાર સામે બહાદુરીપૂર્વક લડવાની પ્રેરણા આપતી સ્ટોરી સાબિત થશે. ટ્રેલરની શરૂઆત એક પત્રકારથી થાય છે, જેની પાસે એક દંપતિ તેમની થનારી પુત્રવધૂનો ફોટો લઇને આવે છે અને સવાલ કરે છે કે, તેમનો રેપ થયો છે નહી?
પત્રકાર વર્ષ 1992માં અજમેરમાં બનેલી ઘટનાનું વર્ણન કરે છે. યુવતીઓના મૃત્યુ પર પોલીસની રાજનીતિ અને ડગમગતી કાર્યવાહી જોઈને, પત્રકાર પોતે જ આ મામલાની તપાસ શરૂ કરે છે.
આ દરમિયાન ફિલ્મમાં હિન્દુ અને મુસ્લિમ એંગલ પણ જોવા મળે છે. જ્યારે પત્રકારે પોલીસની મદદથી તપાસ કરે છે તો તેને જાણવા મળ્યું કે, કેટલાક લોકોની ટોળકી યુવતીઓની નગ્ન તસવીરો ક્લિક કરીને છોકરાઓમાં સર્કુલેટ કરે છે અને છોકરાઓ આ ફોટો યુવતીઓને બતાવીને બ્લેકમેંલિગ અને રેપ કરે છે. પત્રકારને પોતાની તપાસમાં જાણ થાય છે કે, 250 છોકરીઓ પર આ રીતે દુષ્કર્મ કરવામાં આવ્યો છે.
ફિલ્મ અજમેર 92ની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, કરણ વર્મા,સુમિત સિંહ, જરીના વહાબ,બૃજેંન્દ્ર કાલ, સૈયાજી શિંદે અને મનોજ જોશી મુખ્ય કિરદારમાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન પુષ્પેન્દ્ર સિંહે કર્યું છે. આ ફિલ્મ 21 જુલાઇના રોજ થિયેટરમાં રિલીઝ થશે.