Get The App

અજય, ટાઈગર સહિત વધુ કલાકારોને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ

Updated: Dec 26th, 2023

GS TEAM

Google News
Google News
અજય, ટાઈગર સહિત વધુ કલાકારોને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ 1 - image


- અયોધ્યામાં બોલીવૂડનો મોટો કાફલો આવશે

- રણબીર, આલિયા, પ્રભાસ, યશ, આયુષ્યમાન પણ આમંત્રિતોની યાદીમાં

મુંબઈ : અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના સમારોહમાં  હાજરી માટે વધુ કેટલાક બોલીવૂડ કલાકારોને આમંત્રણ અપાયાં હોવાનું કહેવાય છે. આ કલાકારોમાં અજય દેવગણ, ટાઈગર શ્રોફ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ સહિતના કલાકારોનો સમાવેશ થતો હોવાનું કહેવાય છે. 

આ સમારોહ માટેના આમંત્રિતોની યાદીમાં અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, અનુપમ ખેર, અક્ષય કુમાર, રાજકુમાર હિરાણી, સંજય લીલા ભણશાળી, રોહિત શેટ્ટી, રજનીકાંત, ચિરંજીવી, મોહનલાલ, ધનુષ, રિષભ શેટ્ટી સહિતના કલાકારો તથા ફિલ્મ સર્જકોનો સમાવેશ થતો હોવાના અહેવાલો અગાઉ પ્રગટ થયા હતા. 

હવે આ યાદી લંબાઈ છે અને તેમાં રણબીર, આલિયા, પ્રભાસ, યશ, સની દેઓલ, અજય દેવગણ, ટાઈગર શ્રોફ, આયુષ્યમાન ખુરાના સહિત વધુ કલાકારોને આમંત્રણ અપાયું હોવાનું જાણવા મળે છે. 

અયોધ્યામાં તા. ૨૨મીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. તેમાં લગભગ દરેક ક્ષેત્રના મહાનુભવોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ભારતીય ફિલ્મ જગતમાંથી બોલીવૂડ તથા સાઉથના ચુનંદા કલાકારો અને ફિલ્મ સર્જકોને આમંત્રણ આપવામાં આવી રહ્યાં છે. 

જોકે, હજુ આમાંથી કેટલા કલાકારોએ પોતે હાજરી આપવાનું કન્ફર્મ કર્યું છે તે જાણી શકાનું નથી. 

Tags :