અજય દેવગણ, સંજય દત્તની રેન્જર્સ આવતાં વર્ષના અંતે રજૂ થશે

- જોકે, રીલિઝ પહેલાં ટાઈટલ બદલાઈ શકે
- જગન શક્તિનાં દિગ્દર્શન હેઠળની ફિલ્મમાં તમન્ના ભાટિયા પણ સ્ક્રીન શેર કરશે
મુંબઈ : અજય દેવગણ અને સંજય દત્તની ફિલ્મ 'રેન્જર્સ' આવતાં વર્ષે ડિસેમ્બરમાં રીલિઝ થવાની છે. બોલીવૂડમાં અમુક તારીખોએ રીલિઝ માટે પડાપડી થતી હોવાથી નિર્માતાઓ વહેલી તકે પ્લાન કરી ચોક્કસ રીલિઝ ડેટ બૂક કરી દેતા હોય છે. આ ફિલ્મની રીલિઝ ડેટ પણ એક વર્ષ પહેલાં જ નક્કી કરી દેવામાં આવી છે.
જોકે, ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર 'રેન્જર્સ' ટાઈટલ પણ હાલ કામચલાઉ રીતે નક્કી કરાયું છે. ફિલ્મ નું શૂટિંગ જેમ આગળ વધે તેમ કદાચ ફિલ્મનું ટાઈટલ બદલાઈ પણ શકે છે. જોકે, ફિલ્મની ટીમ હાલ આ અંગે ચૂપકિદી સેવી રહી છે.
આ ફિલ્મનું દિગ્દર્શન 'મિશન મંગલ'ના ડાયરેક્ટર જગન શક્તિ કરી રહ્યા છે. ફિલ્મમાં તમન્ના ભાટિયા પણ અજય દેવગણ અને સંજય દત્ત સાથે સ્ક્રીન શેર કરવાની છે.

