એક જ ફોર્મ્યુલાનો કસ કાઢવા અજય દેવગણની રેઈડ થ્રી આવશે

- રેઈડ ટુ ફલોપ ગઈ છતાં રેઈડ થ્રીના ધખારા
- હાલ સ્ક્રિપ્ટ લખાય છે : આવતાં વર્ષે શૂટિંગ શરૂ થશે: બાકીની કાસ્ટ અંગે હવે ફેંસલો
મુંબઇ : છેલ્લાં કેટલાંય વર્ષોથી કોઈ મેગા સુપરહિટ ફિલ્મ નહિ આપી શકેલો અજય દેવગણ નાની મોટી સફળતા માટે આગલી હિટ ફિલ્મોના પાર્ટ ટુ, પાર્ટ થ્રીના ચક્કરમાં જ ફસાયેલો રહે છે. તેની 'દે દે પ્યાર દે ટુ' હાલમાં રીલિઝ થઈ છે અને ટિકિટબારી પર ખાસ ચાલી નથી ત્યાં હવે તેની 'રેઈડ થ્રી'ની જાહેરાત થઈ છે.
અજય દેવગણની ૨૦૧૯ની 'રેઈડ' ફિલ્મ હિટ થઈ હતી. તે પછી આવેલી 'રેઈડ ટુ ' ફલોપ ગઈ હતી. તેમ છતાં પણ હજુ તે આ ફોર્મ્યુલાનો કસ કાઢવા માટે તલપાપડ બન્યો છે. ત્રીજા ભાગનું દિગ્દર્શન પણ રાજકુમાર ગુપ્તા જ કરશે. ફિલ્મની હાલ સ્ક્રિપ્ટ લખાય છે. થોડા મહિના બાદ તેનું શૂટિંગ શરુ થવાની ધારણા છે. ફિલ્મને ૨૦૨૬ના અંતમાં ફિલ્મ રિલીઝ કરવામાં આવે તેવી શક્યતા છે. હજુ સુધી અન્ય સ્ટારકાસ્ટ વિશે સ્પષ્ટતા કરવામાં આવી નથી.

