Get The App

તુ ઢંગના કપડાં નથી પહેરતો....ધ કપિલ શર્માના સ્ટેજ પર જ અજય દેવગને કપિલને લગાવી ફટકાર

Updated: Apr 20th, 2022

GS TEAM

Google News
Google News
તુ ઢંગના કપડાં  નથી પહેરતો....ધ કપિલ શર્માના સ્ટેજ પર જ અજય દેવગને કપિલને લગાવી ફટકાર 1 - image

મુંબઈ, તા. 20 એપ્રિલ 2022, બુધવાર

બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંથી એક અજય દેવગન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ રનવે 34ના(Runway 34) પ્રમોશનમાં વ્યસ્ત છે. અજય ટૂંક સમયમાં કપિલ શર્માના શોમાં પણ પોતાની ફિલ્મનું પ્રમોશન કરતો જોવા મળશે. કપિલ શર્મા શોના પ્રોમો વીડિયો પણ સામે આવવા લાગ્યા છે જેમાં કપિલ સાથે અજય દેવગનની બોન્ડ અને મસ્તી ચાહકોને પસંદ આવી રહી છે.

- કપિલના શોમાં અજય દેવગનો ધમાલ

કપિલ શર્માને તમે ઘણીવાર શોમાં આવેલા ગેસ્ટ અને પોતાના ટીમ મેમ્બરને મસ્તી-મજાકમાં ખેંચતા જોયા હશે પરંતુ સુપરસ્ટાર અજય દેવગનની સામે કપિલની આ યુક્તિ કામ નહોતી આવી. ઉલટાનું અજયે કપિલની ઉગ્ર મજાક બનાવી હતી. 

શોના પ્રોમો વીડિયોમાં જોઈ શકાય છે કે, અજય પોતાની ફિલ્મની અભિનેત્રીઓ સાથે કપિલના શોમાં સૂટ પહેરીને પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં કપિલે અજય દેવગનના લુક પર કટાક્ષ કર્યો હતો. કપિલે કહ્યું હતું કે, મેં સૂટમાં જોયું તો મને લાગ્યું કે અજય સર બેંકમાં તો નથી જોડાયા. 

- અજય દેવગને કપિલની બોલતી બંધ કરી

અજય દેવગનના લુક પર કપિલ શર્માનો કટાક્ષ ભારે પડ્યો હતો. કપિલની આ વાત પર અજય દેવગને જડબાતોડ જવાબ આપતા કહ્યું હતું કે, તુ ઢંગથી કપડા પહેરતો નથી તો મે વિચાર્યું શોને થોડો ઊંચો લાવવા માટે મારે થોડા ઢંગના કપડાં પહેરવા જોઈએ. અજય દેવગણ પોતાના આ જવાબથી કપિલ શર્માની બોલતી બંધ કરી દે છે.

આ સિવાય કપિલ શર્મા અજય દેવગન અને તેની ફિલ્મની અભિનેત્રી સાથે પણ અનેક મજેદાર રમતો રમે છે. શોના પ્રોમો વીડિયોથી સ્પષ્ટ છે કે, અજય દેવગન રનવે 34ની ટીમ સાથે કપિલના શોમાં ધમાલ મચાવશે.

તમને જણાવી દઈએ કે, રનવે 34ની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મને અજય દેવગન પોતે ડિરેક્ટ અને નિર્માણ કર્યું છે. આ ફિલ્મમાં અજય ઉપરાંત અમિતાભ બચ્ચન, રકુલ પ્રીત, અંગિરા ધર, બોમન ઈરાની પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ 29 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Tags :