અજય દેવગણ કબીર ખાનને સાત લાખના ભાડે ઓફિસ આપી

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
અજય દેવગણ કબીર ખાનને સાત લાખના ભાડે ઓફિસ આપી 1 - image


- રિયલ એસ્ટેટમાં રોકાણમાંથી અજય કમાશે

- 60 મહિનાનો ભાડે કરારઃ ડિપોઝિટ પેટે 30 લાખ રુપિયા ચૂકવાયા

મુંબઇ : અજય દેવગણે હાલમાં જ મુંબઇના ઓશિવારાના એક બિલ્ડિંગમાં આવેલી ૩,૪૫૫ સ્કૂ. ફૂટની ઓફિસ કબીર ખાનને મહિને સાત લાખનાં ભાડા પર આપી છે. આ ઓફિસ સાથે ત્રણ કારનું પાર્કિંગ પણ મળશે. 

૬૦ મહિનાની લીઝ માટે ૩૦ લાખ રૂપિયા  ડિપોઝિટ જમા  કરાવવામાં આવી છે. અજય દેવગણે આ બિલ્ડિંગ સહિત અંધેરી વિસ્તારમાં રિયલ એસ્ટેટમાં મોટાપાયે રોકાણ કર્યું છે અને હવે તે આ પ્રોપર્ટીમાંથી કમાણી કરી  રહ્યો છે. 

થોડા સમય પહેલાં અજય દેવગણે આ જ વિસ્તારમાં ૪૫ કરોડમાં એકસામટા પાંચ ફલેટ રોકાણ માટે ખરીદ્યા હતા. અજયે આ પહેલાં જુહુમાં ૪૭ કરોડની વિશાળ પ્રોપર્ટી ખરીદી હતી. 

આ જ  વિસ્તારમાં અમિતાભ બચ્ચનથી માંડીને કાર્તિક આર્યન સહિતના કલાકારો પણ કમર્શિઅલ સ્પેસમાં મોટાપાયે રોકાણ કરી ચૂક્યા છે.


Google NewsGoogle News