Get The App

ફિલ્મ 'ભોલા'થી ફરી ડાયરેક્શન કરતા જોવા મળશે અજય દેવગણ, આ તારીખ થશે રીલિઝ

Updated: Jul 4th, 2022

GS TEAM

Google News
Google News
ફિલ્મ 'ભોલા'થી ફરી ડાયરેક્શન કરતા જોવા મળશે અજય દેવગણ, આ તારીખ થશે રીલિઝ 1 - image

નવી દિલ્હી,તા.4 જુલાઈ 2022,સોમવાર

ફિલ્મ રનવે 34, શિવાય અને યુ મી ઔર હમ જેવી ફિલ્મોનું નિર્દેશન કરનાર અજય દેવગણે ફરી એકવાર ડિરેક્ટર તરીકેની કમાન સંભાળી છે. અભિનેતા તેની ચોથી ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યો છે.શિવાય સિવાય અન્ય બે ફિલ્મો બોક્સ ઓફિસ પર કઇ ખાસ કરી શકી નહોતી. અજય દેવગણે નિર્દેશક તરીકે તેની ચોથી ફિલ્મની જાહેરાત કરી છે. આ ફિલ્મનું નામ ભોલા છે, આ ફિલ્મમાં અજય દેવગનની સાથે તબ્બુ પણ લીડ રોલમાં જોવા મળશે. ભોલાનું શૂટિંગ 20 ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યું છે. 

આ વખતે અજય દેવગણે સાઉથની ફિલ્મની રિમેક બનાવવાનું નક્કી કર્યું છે. ફિલ્મ ભોલા તમિલ ફિલ્મ કૈથીની હિન્દી રિમેક હશે. લોકેશ કનાગરાજની કૈથી વર્ષ 2019માં રિલીઝ થઈ હતી અને તે એક જબરદસ્ત એક્શન ફિલ્મ હતી. 

ફિલ્મની સ્ટોરી 

જો ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો, એક કેદીની છે જે માત્ર તેની પુત્રીને મળવાની શરતે પોલીસને મદદ કરે છે. જો આપણે અજય દેવગનના શિવાયને જોઈએ તો ભોલા સાથે ઘણી સામ્યતાઓ જોવા મળી જશે. કારણ કે ભોલા અને શિવાય બંને શિવના સમાનાર્થી છે. બંને ફિલ્મમાં પુત્રીને બચાવવુ પિતા માટે મહત્વનું હતુ. જો અજય દેવગનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, ફિલ્મ મેદાન, થેંક ગોંડ,દ્રશ્યમ અને સર્કસમાં નજરે પડશે. અજય દેવગણની ફિલ્મ ભોલા 30 માર્ચના રોજ સિનેમાઘરોમાં ધુમ મચાવશે.

Tags :