ઐશ્વર્યા રાયે ઘટાડ્યું વજન, ટ્રાન્સફોર્મેશન જોઈને ફેન્સ ચોંક્યા, પેરિસ ફેશન વીકમાં રેમ્પ વોક કરતી જોવા મળી

Aishwarya Rai shuts down weight gain: ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચને ફરી એકવાર રેમ્પ વોક કરી દુનિયાભરના ફેન્સને ચોંકાવી દીધા છે. ઐશ્વર્યાને પેરિફ ફેશન વીક 2025માં રેમ્પ પર વોક કરતા જોવા મળી. ઐશ્વર્યાને અહીં જોઈ તેના ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણકે અભિનેત્રીનો લુક અને ફિગર બંને બદલાયેલા જોવા મળી રહ્યા હતા. ઐશ્વર્યા રાય પહેલાથી સ્લિમ ફિટ અને ગ્લેમરસ લુકમાં રેમ્પ કરતી જોવા મળી હતી. જણાવી દઈએ કે પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા સાથે પહોંચી હતી.
રેમ્પ પર છવાયો ઐશ્વર્યાનો લુક
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઐશ્વર્યા પેરિસ ફેશન વીકમાં તેની સુંદરતાનો ઝલવો દેખાડવા પહોંચી હતી. આ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં ઐશ્વર્યાએ કાળા રંગનું ટ્રેન્ડી કોસ્ચ્યુમ પહેર્યું હતું અને તે ઉત્સાહ સાથે રેમ્પ પર ચાલતી જોવા મળી. સોશિયલ મીડિયા પર એશનો આ લુક તેના ચાહકોમાં છવાઈ ગયો. આ વખતે, ઐશ્વર્યાએ કોઈપણ રિવીલિંગ ડ્રેસ પસંદ કરવાને બદલે શેરવાની પ્રકારનો લાંબો કોટ આઉટફિટ પહેર્યો હતો. ઐશ્વર્યાનો આ કોસ્ચ્યુમને બોલિવૂડ સેલેબ્સના જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ડિઝાઇન કર્યો છે. એશનો આઉટફિટ હીરાની ચમક જોવા મળી રહી છે. રિપોર્ટ્સ અનુસાર મનીષ મલ્હોત્રાએ ઐશ્વર્યાના આ કોસ્ચ્યુમમાં 10 ઇંચના હીરા લગાવવામાં આવ્યા હતા.
સ્લિમ લુક જોઇ ચાહકો આશ્ચર્યમાં મુકાયા
એશના ઘણા ચાહકોને તેનો નવો લુક ખૂબ ગમ્યો જોકે, સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ઐશ્વર્યાનો લુક ઘણો બદલાઇ ગયેલો જોવા મળ્યો. તે તેની જૂના લુકમાં નજર આવી હતી એવું લાગે છે કે તે આ ઇવેન્ટ માટે અગાઉથી તૈયારી કરી રહી હતી, કારણ કે તેણે વજન પણ ઘટાડ્યું છે. ઐશ્વર્યા તેના નવા લુકમાં પાતળી દેખાઈ રહી છે.

