Get The App

અહાન પાંડેએ પોતાની આગામી ફિલ્મની અલી અબ્બાસ ઝફર સાથે પુષ્ટિ કરી

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
અહાન પાંડેએ પોતાની આગામી ફિલ્મની અલી અબ્બાસ ઝફર સાથે પુષ્ટિ કરી 1 - image

- આ ફિલ્મમાં 30 વરસથી ઓછી વયના ત્રણ કલાકારો મુખ્ય ભૂમિકામાં હશે

મુંબઇ : અહાન પાંડેની આગામી ફિલ્મ અલી અબ્બાસ ઝફર સાથેની  હશે. અભિનેતાએ  આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, હું આ ફિલ્મ વિશે વધુ જણાવી શકું એમ નથી. આ ફિલ્મનું શૂટિંગ આવનારા મહિનાઓમાં શરૂ કરવામા આવશે. આ એક એકશન ફિલ્મ હશે અને એમાં ૩૦ વરસની વયથી ઓછી વયના ત્રણ મુખ્ય કલાકારો  મહત્વના રોલમાં જોવા મળશે. વધુ જાણકારી માટે દર્શકોએ રાહ જોવી પડશે.

અહાનની ફિલ્મ સૈંયારાની સીકવલની ચર્ચા ઓકટોબર મહિનામાં શરૂ થઇ હતી. એક રિપોર્ટમાં  જણાવામાં આવ્યું હતું કે, આ ફિલ્મમાં શરવરી વાઘ મુખ્ય અભિનેત્રીઅને બોબી દેઓલ ખલનાયકના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્માણ યશ રાજ ફિલ્મસનું હશે.આ ફિલ્મનું શૂટિંગ માર્ચ મહિનામાં શરૂ કરવામાં આવશે તેમ પણ જણાવામાંઆવ્યું હતું.

અહાનની ડેબ્યુ ફિલ્મ સૈયારાએ બોક્સઓફિસ છલકાવીદીધી હતી. આ રોલ માટે તેન ેડેબ્યુ એકટર ઓફ ધ ઇયરનો પુરસ્કાર પણ મળ્યો હતો.