અગત્સ્ય અને નાઓમિકા ફરી સાથે દેખાતાં નવી ફિલ્મમાં જોડીની અટકળો
- બચ્ચન અને ખન્ના પરિવારનાં સંતાનો સાથે આવશે
- અક્ષય કુમારની ભત્રીજી સિમર ભાટિયા સાથે પણ અગત્સ્ય નંદા ઇક્કીસમાં દેખાશે
મુંબઈ : એક જમાનાના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાએ સાથે 'આનંદ' અને 'નમકહરામ' સહિતની ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું હવે આજે તેમના દૌહિત્ર અન દૌહિત્રી સાથે ફિલ્મ કરી રહ્યા હોવાની અટકળો છે. અમિતાભબચ્ચનની પુત્રી શ્વેતા અને નિખિલ નંદાનો પુત્ર અગત્સ્ય નંદા અગાઉ ઝોયા અખ્તરની ફિલ્મ 'આર્ચીઝ'માં કામ કરી હિન્દી ફિલ્મોમાં પ્રવેશ કરી ચૂક્યો છે તેની સામે રાજેશ ખન્નાની પુત્રી રિન્કી ખન્ના અને સમીર શરણની પુત્રી નાઓમિકા શરણની પહેલી ફિલ્મ હવે આવી રહી છે.
નાઓમિકા શરણ અને અગત્સ્ય નંદા તાજેતરમાં દિનેશ વિજનની મેડોક ફિલ્મ્સમાંથી એકસાથે બહાર આવતાં પાપારાઝીઓના કેમેરામાં ઝડપાઇ ગયાં હતાં. ઇન્ટરનેટ પર તેમના વિશે જાતજાતની ચર્ચા ચાલી છે. બંનેને ચમકાવતી રોમેન્ટિક કોમેડી ફિલ્મનું નિર્માણ મેડોક ફિલ્મ્સ દ્વારા કરાઇ રહ્યું હોવાની અટકળો છે. બંનેના ફોટાની નીચે એક હિન્દી ચાહકે લખ્યું કે, વાહ રાજેશ ખન્ના ઔર અમિતાભ બચ્ચન કે નાતીન ઔર નાતી દોનો એકસાથ મેં. અગત્સ્ય નંદા હાલ એક ઓર ફિલ્મ ઇક્કીસ કરી રહ્યો છે.
જેમાં તેની સાથે અક્ષય કુમારની ભત્રીજી સિમર ભાટિયા હિરોઇન છે. સિમર ભાટિયા એ અક્ષય કુમારની બહેન અલકા ભાટિયાની પુત્રી છે.