Get The App

છાવાની સફળતા બાદ અક્ષય ખન્ના હવે તેલુગુ ફિલ્મ કરશે

Updated: Apr 6th, 2025

GS TEAM


Google News
Google News
છાવાની સફળતા બાદ અક્ષય ખન્ના હવે તેલુગુ ફિલ્મ કરશે 1 - image


મુંબઈ: અક્ષય ખન્નાએ તાજેતરમાં રજૂ થયેલી 'છાવા' ફિલ્મમાં ઔરંગઝેબની ભૂમિકામાં પ્રાણ રેડી દઈ સૌની દાદ મેળવી છે.  આ સફળતા બાદ અક્ષયે હવે તેલુગુ ફિલ્મ 'મહાકાલી' સાઈન કરી છે. તેની કારકિર્દીની આ પહેલી તેલુગુ ફિલ્મ હશે. પ્રશાંત વર્મા સુપર હિરો યુનિવર્સ સર્જી રહ્યા છે. તેમાં તેમણે  'હનુમાન'  ફિલ્મ બનાવી હતી જે બહુ વખણાઈ હતી. હવે તેઓ ઋષભ શેટ્ટીની મુખ્ય ભૂમિકા ધરાવતી 'જય હનુમાન'  ફિલ્મ બનાવી રહ્યા છે. હવે આ યુનિવર્સના ભાગરુપે ત્રીજી ફિલ્મ 'મહાકાલી' બની રહી છે. જોકે, ફિલ્મમાં અક્ષય ખન્નાની શું ભૂમિકા હશે તે હજુ પ્રગટ કરવામાં આવ્યું નથી. આ ફિલ્મ હજુ પ્રિ પ્રોડક્શનના તબક્કે છે.

Tags :