છ વર્ષ પછી લૂકાછૂપીનો પણ બીજો ભાગ બનાવવાની હિલચાલ
- બોલીવૂડ ફ્રેન્ચાઈઝીની ફોર્મ્યૂલામાં કેદ
- આ વખતે સુપર નેચરલ એલિમેન્ટની વાર્તા હશે, કાર્તિક-ક્રિતી રિપીટ થવા અંગે અટકળો
મુંબઈ : બોલીવૂડમાં એક પછી એક ફ્રેન્ચાઈઝી ફિલ્મોની સફળતા બાદ તમામ સર્જકો તેમની જૂની ફિલ્મોના બીજો કે ત્રીજા ભાગ બનાવવાની હોડમાં સામેલ થઈ ગયા છે. હવે તેમા 'લૂકાછૂપી'નો પણ ઉમેરો થયો છે. કાર્તિક આર્યન અને ક્રિતી સેનનની જોડી ધરાવતી આ ફિલ્મ ૨૦૧૯માં રીલિઝ થઈ હતી. હવે છ વર્ષ બાદ તેના બીજા ભાગ માટે હિલચાલ શરુ થઈ છે.
જાણવા મળ્યા મુજબ ફિલ્મનું દિગ્દર્શન લક્ષ્મણ ઉત્તેકર જ કરશે. જોકે, ૨૦૧૯ની મૂળ ફિલ્મ એક કોમેડી એન્ટરટેઈનર હતી તેને બદલે બીજા ભાગમાં હાલના ટ્રેન્ડ પ્રમાણે સુપર નેચરલ એલિમેન્ટની વાત ઉમેરાશે. કલાકારો તરીકે કાર્તિક અને ક્રિતી જ રિપીટ થશે કે પછી કોઈ નવી જોડી અજમાવાશે તે અંગે અટકળો ચાલી રહી છે. હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. તે પૂર્ણ થયા બાદ કાસ્ટિંગ શરુ કરાશે. ફિલ્મનું શૂટિંગ આવતાં વર્ષે શરુ થાય તેવી ધારણા છે.