સામંથા પછી સાઉથની વધુ એક અભિનેત્રી મમતાને સ્કિન ડિસીઝ
- વિટિલિગો નામની બીમારીમાં ત્વચા બેરંગ થઈ જાય છે
- મમતા અગાઉ અમેરિકામાં લોસ એન્જલસમાં બ્લડ કેન્સરની સારવાર લઈ ચુકી છેે
મુંબઈ : સાઉથની અભિનેત્રી સામંથા રુથ પ્રભુ માયોસાઇટિસ નામની ઓટો ઈમ્યૂન ડિસીઝમાંથી બહાર આવી ચુકી છે ત્યાં હવે સાઉથની બીજી એક અભિનેત્રી મમતા મોહનદાસે પોતાના વિટિલિગો નામની ઓટો ઈમ્યૂન બીમારી થઈ હોવાનું જણાવ્યું છે.
મૂળ મલયાલમ અભિનેત્રી પરંતુ તેલુગુ અને તમિલમાં અનેક ફિલ્મોમાં કામ કરી ચુકેલી મમતા મોહનદાસે જણાવ્યા અનુસાર તેને વિટિલિગો નામની સ્કિન ડિસીઝ થઈ છે. આ બીમારીને લીધે તેની ત્વચનાનો રંગ ઉડી રહ્યો છે અને ત્યાં ધાબાં પડી રહ્યાં છે.
મમતા અગાઉ હોડકિન લિમ્ફોમા નામના એક પ્રકારનાં બ્લડ કેન્સરનો સામનો કરી ચુકી છે. તેણે અમેરિકાના લોસ એન્જલિસમાં જઈ આ કેન્સરની સારવાર મેળવી હતી. તે પછી હવે તેને આ બીમારીનું નિદાન થયું છે. તે પછી પણ તેણે ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખી ચાહકો માટે એક ઉદાહરણ પૂરું પાડયું છે.
મમતાએ સવારે સૂર્યનો તડકો ઝીલતા ફોટા સાથે એક પોસ્ટ શેર કરી હતી અને તેમાં પોતાની આ બીમારીની વિગતો આપી હતી. તેમાં તેણે લખ્યું હતું કે હું સૂર્યનાં કિરણો જે રીતે ઝીલી રહી છું તેવાં અગાઉ ક્યારેય માણ્યા નથી. ધુમ્મસને ભેદીને જેમ સૂર્યનું પહેલું કિરણ બહાર આવે છે અ ચળકાટ મારે જોઈએ છીએ.
'યમડોંગા' મમતાની સૌથી જાણીતી ફિલ્મ છે.
આ પહેલાં સામંથા રુથ પ્રભુ માયોસાઇટિસનો ભોગ બની ચુકી છે. તેણે આ બીમારીને કારણે કેટલાય મહિનાઓ સુધી એકાંતવાસ સેવવો પડયો હતો. તાજેતરમાં તે મહિનાઓ પછી પહેલીવાર મુંબઈ એરપોર્ટ પર જાહેરમાં દેખાઈ હતી.