Get The App

અનેક વિવાદો બાદ હવે હિન્દી દ્રશ્યમ થ્રીનું શૂટિંગ જાન્યુઆરીથી

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
અનેક વિવાદો બાદ હવે હિન્દી દ્રશ્યમ થ્રીનું શૂટિંગ જાન્યુઆરીથી 1 - image

- ગોવામાં લગભગ દોઢ મહિનો શૂટિંગ ચાલશે

- અક્ષય ખન્નાની એક્ઝિટ પછી પણ ફિલ્મ સમયસર પૂર્ણ થવાની સર્જકોને આશા

મુંબઈ : અનેક વિવાદો બાદ આખરે અજય દેવગણની હિન્દી 'દ્રશ્યમ થ્રી'નું  શૂટિંગ  આગામી જાન્યુઆરીમાં શરુ થશે. ફિલ્મનાં શૂટિંગ માટે સમગ્ર કાસ્ટ ગોવા પહોંચશે. ત્યાં ફેબ્રુઆરીના અંત સુધી શૂટિંગ ચાલશે. 

હિન્દી 'દ્રશ્યમ થ્રી' કાસ્ટિંગમાં ફેરફારોને કારણે ભારે વિવાદમાં સપડાઈ છે. અક્ષય ખન્નાએ ફિલ્મનું શૂટિંગ શરુ થાય તે પહેલાં જ ફિલ્મ છોડી દેતાં તેનું સ્થાન જયદીપ અહલાવતે લીધું છે.  જોકે, સર્જકોના દાવા અનુસાર કાસ્ટિંગમાં છેલ્લી ઘડીએ ફેરફારો છતાં પણ  ફિલ્મનું શૂટિંગ સમયસર આટોપીને આગામી ઓક્ટોબરમાં રીલિઝ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. મલયાલમની સરખામણીએ હિન્દી 'દ્રશ્યમ થ્રી' ઓલરેડી મોડી પડી ચૂકી છે. મોહનલાલની મલયાલમ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ પણ થઈ ચૂક્યું છે .

અને તે હિન્દી વર્ઝન કરતાં લગભગ બે મહિના વહેલી રીલિઝ થશે તેવી ચર્ચા છે.