હેરાફેરી 3 પછી અક્ષય કુમારના હાથમાંથી અન્ય બે ફિલ્મો નીકળી ગઇ

Updated: Nov 23rd, 2022


- નડિયાદવાળાએ  અક્ષયને આવારા  પાગલ દીવાના ટુ અને વેલકમ 3 માંથી પડતો મુકી દીધો

મુંબઇ: અક્ષય કુમારના હાથમાંથી ફિલ્મો નીકળતી જાય છે. એક સમયે વરસમાં ચાર-પાંચ ફિલ્મો કરનાર અભિનેતા પાસે આજે ફિલ્મના ફાંફા પડી ગયા હોવાની ચર્ચા છે. હેરા ફેરી 3 પછી અક્ષયના હાથમાંથી આવારા પાગલ દીવાના 2 અને વેલકમ 3 નીકળી ગઇ છે. 

વાતએમ બની છે કે, નિર્માતા ફિરોઝ નડિયાદવાળાએ અક્ષયની 90 કરોડ રૂપિયા મહેનતાણાની માંગણી પછી કાર્તિકને 30 કરોડમાં હેરાફેરી 30 માટે સાઇન કરી લીધો.આ દરમિયાન અક્ષયે એક ઇવેન્ટ દરમિયાન જણાવ્યુ ંહતું કે, તેને ફિલ્મનો સ્ક્રીન પ્લેપ્સંદ ન પડતાં તેણે હેરાફેરી 3 છોડી દીધી. આ પછી સોશિયલ મીડિયાના એક પોર્ટલને સૂત્રે જણાવ્યું હતુ ંકે, અક્ષયની આ વાત સાંભળીને નડિયાદવાળા નારાજ થઇ ગયો હતો અને પરિણામે તેણે અક્ષયને આગામી બે ફ્રેન્ચાઇઝી ફિલ્મોમાંથી પણ હાંકી કાઢ્યો. 

ફિરોજ નડિયાદવાળા સાથે જોડાયેલા સૂત્રે જણાવ્યુ ંહતુ ંકે, અક્ષય ફી ઘટાડવા માટે તૈયાર નહોતો તે યોગ્ય નહોતું. સૂત્રે વધુમાં કહ્યું હતુ ંકે, અક્ષય ધરખમ ફી માંગીને કમાણી કરે અને ફિલ્મ નિષ્ફળ જતાં નિર્માતાને આર્થિક ખોટ સહન કરવી પડે તે યોગ્ય નથી. કોરોના મહામારી પછી પોતાની ફી ઘટાડવા સિવાય કલાકારો પાસે કોઇ ઓપ્શન બચયું નથી. ફિરોઝે અક્ષયને મનાવાના પ્રયાસ કર્યા હતા પરંતુ અક્ષય ટસ થી મસ થયો નહોતો. તેથી  કાર્તિકને લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

આ પછી ફિરોઝ નડિયાદવાળાએ આવારા દીવાના ટુ અને વેલકમ 3ની પણ યોજના કરી છે. સૂત્રે એમ પણ કહ્યુ ંહતું કે, ફિરોઝે અક્ષયને સ્પષ્ટ કહ્યુ ંહતું કે આ બન્ને સિકવલોમાં પણ અક્ષય જ પહેલી પસંદગી હતો. નડિયાદવાળાને આશા હતી કે અક્ષય તેની સાથે બેસીને ફી બાબતે ચર્ચા કરે જેથી બન્નેને ફાયદો થાય પરંતુ ેતમ થયું નહીં.

    Sports

    RECENT NEWS