Get The App

બોલીવૂડમાં ફલોપ જતાં રાશા હવે તેલુગુ ફિલ્મ કરશે

Updated: Nov 18th, 2025

GS TEAM

Google News
Google News
બોલીવૂડમાં ફલોપ જતાં રાશા હવે તેલુગુ ફિલ્મ કરશે 1 - image


- રાશાની આઝાદમાં કાગડા ઉડયા હતા

- હવે તેલુગુમાં મહેશબાબુના ભત્રીજા જયા કૃષ્ણઘટ્ટામ સાથે એબી ફોર નામની ફિલ્મમાં

મુંબઇ : રવીના ટંડનની દીકરી રાશા બોલીવૂડમાં પહેલી જ ફિલ્મથી ફલોપ ગયા બાદ હવે સાઉથની ફિલ્મો તરફ વળી છે. તે  મહેશ બાબુના ભત્રીજા જયકૃષ્ણ  સાથે  'એબી ફોર' એવું ટાઈટલ ધરાવતી ફિલ્મ કરી રહી છે. 

રાશાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે હું નવી શરૂઆત કરીરહી છું. હું તેલુગુ ફિલ્મમાં કદમ રાખી રહી છુ.ં આ અવસર માટે નિર્માતા-દિગ્દર્શકનો આભાર માનું છું. 

રાશાએ આ અગાઉ હિંદી ફિલ્મ 'આઝાદ'માં કામ કર્યું હતું. આ ફિલ્મ સદંતર ફલોપ ગઈ હતી. રાશાની એક્ટિંગની પણ ભારે ટીકા થઈ હતી. જોકે, રાશા સોશિયલ મીડિયા પર બહુ લોકપ્રિય છે. 

Tags :