Get The App

લાંબા સમયથી ડેટિંગ બાદ સામંથા અને રાજનાં આખરે ગુપચુપ લગ્ન

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
લાંબા સમયથી ડેટિંગ બાદ સામંથા અને રાજનાં આખરે ગુપચુપ લગ્ન 1 - image

- સામંથાએ લગ્ન વિધિના ફોટા શેર કર્યા

- સામંથા અને રાજ બંનેનાં આ બીજાં લગ્ન ફેમિલી મેટ ટૂ થી લવ સ્ટોરી શરૂ થઈ હતી

મુંબઈ : સામંથા રુથ પ્રભુએ બોયફ્રેન્ડ રાજ નિદિમોરુ સાથે એકદમ ગુપચુપ રીતે બહુ જુજ સ્વજનોની હાજરીમાં લગ્ન કરી લીધાં છે. સામંથાએ ખુદ આ લગ્નની તસવીરો શેર કરી ઓફિશિયલ જાહેરાત કરી હતી. સામંથા અને રાજ બંનેનાં આ બીજાં લગ્ન છે. છેલ્લા કેટલાય સમયથી તેમના વચ્ચે ડેટિંગ ચાલતું હતું. 

સામંથા અને રાજે કોઈમ્બતુરમાં ફક્ત ૩૦ લોકોની હાજરીમાં એક સાદા સમારોહમાં લગ્ન કરી લીધાં હતાં. તેમનાં લગ્નની કેટલીક તસવીરો રવિવાર રાતથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જોકે, સામંથાએ આજે દિવસ દરમિયાન ખુદ આ તસવીરો શેર કરી દીધી હતી.  સામંથા હાલ ૩૮ વર્ષની છે જ્યારે રાજની ઉંમર આશરે ૫૦ વર્ષ હોવાનું કહેવાય છે. સામંથા અગાઉ તેલુગુ સ્ટાર નાગા ચૈતન્ય સાથે  ચાર વર્ષનાં લગ્ન જીવન બાદ છૂટાછેડા લઈ ચૂકી છે. નાગા ચૈતન્યએ ત્યારબાદ ઓટીટી સ્ટાર શોભિતા ધુલિપાલા સાથે લગ્ન કર્યાં હતાં. રાજ નિદિમોરુનાં લગ્ન અગાઉ શ્યામલી ડે સાથે થયાં હતાં. બંનેએ ૨૦૨૨માં છૂટાછેડા લઈ લીધા હતા.

 રાજ અને ડીકેએ બનાવેલી વેબ સીરિઝ 'ફેમિલી મેન ટુ'માં સામંથાએ કામ કર્યું હતું. ત્યારથી રાજ અને સામંથાની લવ સ્ટોરી શરુ થઈ હતી. તે પછી સામંથાએ રાજ  અને ડીકેની 'સિટાડેલઃ હની બની' સીરિઝમાં પણ કામ કર્યું હતું.