સતત ફલોપ સલમાનને હવે વોર ફિલ્મ કરવાનો ધખારો
- ગલવાન યુદ્ધ પરની ફિલ્મ માટે પ્રયાસ
- અપૂર્વ લાખિયા દ્વારા એક પુસ્તકના આધારે આ ફિલ્મ બનાવાશે
મુંબઈ : સલમાન ખાન સતત ફલોપ સાબિત થઈ રહ્યો છે આમ છતાં હવે તેને એક વોર ફિલ્મમાં કામ કરવાનો ધખારો છે. ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં થયેલી લડાઈ આધારિત એક ફિલ્મમાં તે કામ કરવાનો હોવાનું કહેવાય છે.
સલમાનની પાછલી ફિલ્મ 'સિકંદર' ઈદ પર રીલિઝ થવા છતાં પણ સાવ ફલોપ થઈ હતી. એટલું જ નહિ પરંતુ સલમાનના ચાહકોએ પણ કબૂલ્યું હતું કે હવે તેની એક્શનમાં કોઈ દમ રહ્યો નથી. પડદા પર સલમાન અતિશય સુસ્ત અને થાકેલો લાગે છે. આમ છતાં સલમાન હવે એક આર્મી ઓફિસરનો રોલ કરવા માગે છે.
અપૂર્વ લાખિયા શિવ અરુર અને રાહુલ સિંહ દ્વારા લખાયેલાં પુસ્તક ' ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ ફિયરલેસ થ્રી' પર ફિલ્મ બનાવી રહ્યો છે. સલમાન આ ફિલ્મમાં કામ કરવા માગે છે. જો ફિલ્મને ફાઈનાન્સ સહિતના પ્રશ્નો નહિ નડે તો આ વર્ષના અંતથી જ તેનું શૂટિંગ શરુ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે અગાઉ એટલીએ સલમાન સાથે એક એક્શન ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું.
પરંતુ ફાઈનાન્સિઅરોએ સલમાન જેવા ફલોપ સ્ટાર પર રોકાણ કરવાની ના પાડી દેતાં એટલીએ આ ફિલ્મ પડતી મૂકવી પડી છે.