Get The App

ચિત્રાંગદાની કમર્શિઅલ ફિલ્મ પછી હવે એક આર્ટ ફિલ્મ આવશે

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
ચિત્રાંગદાની કમર્શિઅલ ફિલ્મ પછી હવે એક આર્ટ ફિલ્મ આવશે 1 - image


- હાઉસફૂલ-5 પછી પરિક્રમા રજૂ થશે

- ચિત્રાંગદાએ કાયમ કેરિયરમાં ઝોલાં ખાધાં છે એટલે કોઈ જોનરમાં સેટ ન થઈ

મુંબઇ : ચિત્રાંગદા સિંહને તાજેતરમાં અક્ષય કુમારની બહુ સસ્તી કોમેડી ફિલ્મ 'હાઉસફૂલ ફાઈવ'માં જોઈ ચાહકોને આંચકો લાગ્યો હતો. ચિત્રાંગદાએ આ ફિલ્મની વલ્ગર કોમેડીનો બચાવ પણ કર્યો હતો. હવે તેની એક આર્ટ ફિલ્મ   'પરિક્રમા ' રજૂ થવાની છે. 

ફિલ્મ સમીક્ષકોના મતે ચિત્રાંગદાએ પોતાની લાંબી  કેરિયર દરમિયાન હંમેશાં આ રીતે આર્ટ ફિલ્મો અને કમર્શિઅલ ફિલ્મો વચ્ચે સિલેક્શનમાં ઝોલાં ખાધાં છે.આથી, બહુ પ્રતિભાશાળી હોવા છતાં પણ તેની કેરિયર એક ટોચના સ્તરે ક્યારેય પહોંચી શકી નથી. ચિત્રાંગદાએ ભૂતકાળમાં 'તનુ વેડ્સ મનુ' જેવી ફિલ્મો પણ છોડી દીધી હતી. 

ચિત્રાંગદાની આગામી ફિલ્મ 'પરિક્રમા'માં તે એક સામાજિક ચળવળકારની ભૂમિકા ભજવવાની છે. ચિત્રાંગદાએ પોતે જ આ ફિલ્મની કમર્શિઅલ વેલ્યૂ નહિ હોવાની આડકતરી કબૂલાત કરતાં લખ્યું હતું કે કેટલીક ફિલ્મો કેવળ મનોરંજન માટે હોય છે જ્યારે કેટલીક ફિલ્મો એટલા માટે હોય છે કે તેની કથા લોકો સુધી પહોંચાડવાની જરુરી હોય છે. 

'પરિક્રમા' ભારત અને ઈટલિનું કોલબરેશન છે. તેમાં ચિત્રાંગદા સાથે માર્કો લિયો નામનો એક્ટર છે.

Tags :