Get The App

ભાઈ લવ પછી હવે માતા પૂનમે પણ સોનાક્ષીને અનફોલો કરી

Updated: Aug 2nd, 2024


Google News
Google News
ભાઈ લવ પછી હવે માતા પૂનમે પણ સોનાક્ષીને અનફોલો કરી 1 - image


- શત્રુઘ્નના પરિવારમાં હજુ પણ વિખવાદ

- પૂનમે લગ્નમાં હાજરી આપી હતી પરંતુ તે પણ નાખુશ હોવાની ચર્ચા

મુંબઇ : સોનાક્ષી સિંહાએ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યાં તે અરસામાં તેના ભાઈ લવ સિંહાએ તેને સોશિયલ મીડિયા પર અનફોલો કરી દીધી હતી. હવે સોનાક્ષીની માતા પૂનમે પણ તેને અનફોલો કરી હોવાનું કહેવાય છે. લવ લગ્નમાં હાજર રહ્યો ન હતો પરંતુ પૂનમ અને શત્રુધ્ન બંને લગ્નમાં હાજર હતાં. જોકે, પૂનમ પણ શરુઆતથી જ આ લગ્ન માટે ખુશ નહિ હોવાનું કહેવાય છે. જોકે, લગ્ન વખતે વિવાદ ન ચગે તે માટે તેણે મૌન સેવી રાખ્યું હતું. 

હવે લગ્નના એક મહિના બાદ તેણે સોનાક્ષીને અનફોલો કરી દીધી છે. 

બીજી તરફ સોનાક્ષી પ્રેગનન્ટ હોવાથી ઉતાવળે લગ્ન કરી લેવાયાં હોવાની અફવા પણ ચગી છે. પરંતુ, સોનાક્ષીએ આ બાબતે કોઈ પ્રત્યાઘાત આપ્યો નથી. 

Tags :