Get The App

ઐશ્વર્યા પછી અભિષેક પણ પર્સનાલિટી રાઈટ્સ માટે કોર્ટમાં

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
ઐશ્વર્યા પછી અભિષેક પણ પર્સનાલિટી રાઈટ્સ માટે કોર્ટમાં 1 - image


- રાઈટ્સનાં સંરક્ષણ માટે આદેશની કોર્ટની ખાતરી

- અગાઉ આરાધ્યાની હેલ્થ બાબતે ફેક ન્યૂઝ સામે પણ કોર્ટમાં અરજી કરાઈ હતી

મુંબઇ : અમિતાભ બચ્ચન પરિવારમાંથી બહુ લાંબા સમય અગાઉ અમિતાભ બચ્ચન બાદ ગઈકાલે ઐશ્વર્યા રાય અને હવે આજે અભિષેક બચ્ચને પણ પોતાના પર્સનાલિટી તથા પર્સનલ રાઈટ્સ જાળવવા  માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હોવાનું બહાર આવ્યું છે. 

આ અરજી  સંદર્ભમાં દિલ્હી હાઈકોર્ટે ખાતરી આપી હતી કે જુદી જુદી વેબસાઈટ્સ તથા અન્ય ડિજિટલ પ્લેટફોર્મ્સને અભિષેકની સંમતિ  વિના તેની તસવીરો, વિડીયો, અવાજ સહિત તેના અંગત વ્યક્તિત્વ  સાથે સંકળાયેલી કોઈપણ બાબત પ્રગટ નહિ કરવા તથા આવું કન્ટેન્ટ દૂર કરવા  નિર્દેશ આપશે. અભિષેકના વકીલ દ્વારા રજૂઆત કરાઈ હતી કે  એઆઈની મદદથી તેના ચહેરાને મોર્ફ કરીને કે સુપર ઈમ્પોઝ કરીને જાતીય ઉત્તેજના ફેલાવતી અનેક ડિજિટલ કન્ટેન્ટ વિવિધ પ્લેટફોર્મ પર મૂકવામાં આવી છે. કેટલાંક પ્લેટફોર્મ અભિષેકની ઓરિજિનલ સહી હોવાના દાવા સાથેના પોસ્ટર્સ તથા તસવીરો પણ વેચી રહ્યા છે. તેને દૂર કરવા પણ કોર્ટ દ્વારા આદેશની વિનંતી કરાઈ હતી.

અભિષેક તથા ઐશ્વર્યા બંનેની આ બાબતની અરજી પર સાતમી નવેમ્બરે  વધુ સુનાવણી થશે. 

ઉલ્લેખનીય છે કે અગાઉ ઐશ્વર્યા અને અભિષેકે ૨૦૨૩માં તેમની દીકરી આરાધ્યાનાં આરોગ્યને લગતા ફેક ન્યૂઝ દૂર કરવા વિવિધ વેબસાઈટ્સને આદેશ આપવાની માગણી કરતી અરજી પણ દિલ્હી હાઈકોર્ટમાં કરી હતી. 

Tags :