28 વર્ષ પછી ખલનાયક ટૂ બનશેઃ સંજય દત્ત બલ્લુ તરીકે રીપિટ
- ફ્રેન્ચાઈઝીની હોડમાં હવે સુભાષ ઘઈ પણ સામેલ
- માધુરીનો કેમિયો હોવાની સંભાવના, કેટલાક નવા કલાકારોની પણ એન્ટ્રી થશે
મુંબઈ : બોલીવૂડમાં હાલ ફ્રેન્ચાઈઝી અને સીકવલ બનાવવાની હોડ ચાલી રહી છે. તેમાં હવે હિન્દી સિનેમાના શોમેન સુભાષ ઘઇએ પણ તેમની સુપરહીટ ફિલ્મ 'ખલનાયક'નો બીજો ભાગ બનાવવાની જાહેરાત કરી છે. આમ તો છેલ્લા થોડા વર્ષથી આ બાબતે કાનાફૂસી તો ચાલી રહી હતી.
૧૯૯૩માં 'ખલનાયક' ફિલ્મ થિયેટર્સમાં રજૂ થઇ ત્યારે ગંગોત્રી દેવી યાને ગંગાનું પાત્ર ભજવીને માધુરી દિક્ષિત હીટ બની ગઇ હતી. માધુરીનું ગીત ચોલી કે પીછે યુવાનોનું એન્થેમ બની ગયું હતું. જ્યારે બલરામપ્રસાદ યાને બલ્લુ સંજયદત્ત પણ તેના ચાહકોમાં હીટ હતો. નવી ફિલ્મમાં નવા જમાનાના હીરો હિરોઇન હશે પણ પ્રૌઢ સંજયદત્ત સીઝન્ડ બલ્લુની ભૂમિકામાં જોવા મળશે. માધુરી દિક્ષિત મહેમાન કળાકાર તરીકે ભૂમિકા કરે તેવી સંભાવના છે.
અગાઉ ૨૦૨૪માં એક મુલાકાતમાં જ ઘઇએ જણાવ્યું હતું કે બલ્લુ તરીકે સંજયદત્તના પેંગડામાં કોઇ પગ નાંખી શકે તેમ નથી.