Get The App

પાલતું શ્વાનના મોત પર જાણીતી અભિનેત્રી આઘાત પામી, કહ્યું - હવે મારા જીવનનો કોઈ અર્થ નથી

Updated: Dec 27th, 2024

GS TEAM

Google News
Google News
પાલતું શ્વાનના મોત પર જાણીતી અભિનેત્રી આઘાત પામી, કહ્યું - હવે મારા જીવનનો કોઈ અર્થ નથી 1 - image


Bollywood News: નાતાલનું ધામધૂમથી સેલિબ્રેશન થઈ રહ્યું છે. સામાન્યથી લઈને સેલેબ્સ સુધી તમામ લોકો નાતાલની ઉજવણીમાં છે. પરંતુ એક્ટ્રેસ ત્રિશા કૃષ્નનના ઘરે શોકનો માહોલ છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે આ સમાચાર શેર કર્યા છે. એટલું જ નહીં, એક્ટ્રેસે એક ઇમોશનલ નોટ પણ શેર કરી છે.

આ પણ વાંચોઃ એક્ટર અર્જુન કપૂર ઓનલાઇન ફ્રોડનો શિકાર બન્યો, ચાહકોને આપી ચેતવણી

પાલતુ ડૉગનું નિધન

તાજેતરમાં એક્ટ્રેસ ત્રિશા કૃષ્નને પોતાના ફેન્સ સાથે શેર કર્યું હતું કે, તેના પાલતું ડૉગ ઝોરોનું નિધન થઈ ગયું છે. આ અકસ્માત ક્રિસમસના દિવસે એક્ટ્રેસના ઘરે થયો હતો. પોતાનું દુઃખ વ્યક્ત કરતા ત્રિશાએ લખ્યું, મારા દીકરા ઝોરોનું આ ક્રિસમસની વહેલી સવારે અવસાન થયું. જેઓ મને સારી રીતે જાણે છે તેઓ જાણે છે કે મારા જીવનનો હવે કોઈ અર્થ નથી. મારો પરિવાર અને હું અંદરથી તૂટી ગયા છીએ અને આઘાતની સ્થિતિમાં છીએ.' 


આ પણ વાંચોઃ આમિર ખાનને 'ટિંગૂ' કહીને બોલાવતા હતા, દિગ્ગજ અભિનેતાએ સ્વીકાર્યું કે હાઇટને લીધે ઇનસિક્યોર હતો

કામથી લીધો વિરામ

એક્ટ્રેસે આ વિશે વધુ માહિતી આપતા કહ્યું કે, હું હવે મારા કામથી થોડો સમય દૂર રહીશ. એક્ટ્રેસની પોસ્ટના કમેન્ટ સેક્શનમાં તેના ફેન્સ ઝોરોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.


Tags :