Image Source: Facebook
મુંબઈ, તા. 22 સપ્ટેમ્બર 2023 શુક્રવાર
સાઉથ અભિનેત્રી પ્રિયામણિ તાજેતરમાં જ શાહરુખ ખાનની ફિલ્મ જવાનમાં નજર આવી હતી. પોતાના દમદાર અભિનયથી અભિનેત્રીએ દર્શકોના દિલ જીતી લીધા હતા. હવે પ્રિયામણિના ચાહકો તેમને ધ ફેમિલી મેન સીઝન 3 માં એકવાર ફરીથી મનોજ બાજપેયી સાથે પડદા પર જોવા માટે ખૂબ ઉત્સાહિત છે. દર્શકો સિરીઝની આગામી ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રીએ ધ ફેમિલી મેન સીઝન 3 ને લઈને ચાહકો સાથે મોટી અપડેટ શેર કરી છે.
ધ ફેમિલી મેન 3 અંગે કહી આ વાત
પ્રિયામણીએ કહ્યુ ગઈકાલે જ રાજ સર અને ડીકે સરે એક જાહેરાત કરી છે કે સીઝન 3 ટૂંક સમયમાં આવવાની છે, તેથી રાહ જુઓ.
આગામી વર્ષે શૂટિંગ શરૂ થશે
અભિનેત્રીએ જણાવ્યુ અમે સરને પૂછી રહ્યા હતા કે સર સીઝન ત્રણ ક્યારે આવી રહી છે. તેમણે કહ્યુ, જલ્દી...જલ્દી તો મને લાગે છે કે અમે આવતા વર્ષે શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છીએ.
જવાનમાં નજર આવી હતી
પ્રિયામણિ તાજેતરમાં જ રિલીઝ થયેલી પોતાની ફિલ્મ જવાનની સફળતા એન્જોય કરી રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન, વિજય સેતુપતિ અને નયનતારા પણ છે. ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા, આલિયા કુરેશી, લહર ખાન અને અન્ય પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મે બોક્સ ઓફિસના ઘણા રેકોર્ડ તોડી દીધા છે અને થિયેટર્સમાં સતત સફળ પ્રદર્શન ચાલુ છે. એટલીના નિર્દેશનમાં બનેલી આ એક્શન-થ્રિલરે દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર 922.55 કરોડ રૂપિયા અને ઘરેલૂ બોક્સ ઓફિસ પર 526.78 રૂપિયાની કમાણી કરી છે.


